તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીને લઇ તાપી કલેક્ટરનું જાહેરનામું:જાહેર સ્થળોએ ચૂંટણી પ્રચારના બેનર, હોર્ડિંગ્સ મુકી શકાશે નહીં

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી ચૂંટણીને લઇ તાપી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે મંડળી કે રાજકીય પક્ષ, બિન રાજકીય પક્ષ તથા અર્ધ રાજકીય પક્ષ કે તેના ઉમેદવારોને તા.29/01/2021 થી તા.03/03/2021 સુધી જાહેરાતો અને હોડિંગ્સને તથા પ્રચારને લઈને જાહેરનામુ બહાર પ્રસિધ્ધ કરાયું છે.

તાપી જિલ્લા ના જાહેરનામામાં જણાવ્યા મુજબ કટઆઉટ, હોડિંગ્સ, બેનર વિગેરે કોઈપણ જાહેર જગ્યાએ મુકી શકાશે નહિ એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિગેરે હસ્તકની જાહેર જગ્યાએ મુકી શકાશે નહી. જો કટઆઉટ/હોડિંગ્સ વિગેરે ખાનગી માલિકીની જગ્યામાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગીથી મુકવામાં આવે તો તેના માટે શરતો રાખેલ છે જે અંતર્ગત હોડિંગ્સની સાઈઝ 15ફુટ * 8ફુટથી વધારે હોવી જોઈએ નહી. કટઆઉટની ઉંચાઈ 8ફુટથી વધવી જોઈએ નહી.

જાહેર-સાર્વજનિક માર્ગો, જાહેર-સરકારી મકાનો-જગ્યાઓ-મિલકતો કે માર્ગોની બંને બાજુએ વાહન વ્યવહાર માટે વપરાતા, પ્રવર્ત રહેતા રસ્તા ક્રોસિંગ, ચાર રસ્તા, એસ.ટી. સ્ટેન્ડ, શેરીઓ તથા જાહેર મકાનો વિગેરે ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો, પુંઠા, કાગળ તથા અન્ય માધ્યમોના પોસ્ટરો, ચિત્રો અને રાજકીય અગ્રણીઓના કટઆઉટ વગેરે ઉભા કરવા અને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો