આયોજન:ચણા અને મકાઇના એગ્રોનોમિક બાયોફોર્ટીફિકેશન માટે શિબિર

વ્યારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા કેવિકે દ્વારા ખેડૂતો ને માર્ગદર્શન મળી રહે અને આધુનિક ખેતી અપનાવે એ માટે અવારનવાર શિબિર યોજાતી રહે છે જે અંતર્ગત શિયાળુ પાકોમાં મહત્તમ ઉત્પાદન મેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા અને નવસારી ના સંયુક્ત ઉપક્રમે ચણા અને મકાઇનું ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા માટે અેગ્રોનોમીક બાયોફોર્ટીફિકેશન ખેડૂત શિબિરનું ઉચ્છલ અને કુકુરમુંડા માં આયોજન કરવામાં આવ્યું હતું .

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના વૈજ્ઞાનિક પાક ઉત્પાદન પ્રોફેસર કે . એન . રણાએ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોનું સ્વાગત કરવાની સાથે વધતી જતી વસ્તી અને ઘટતી જતી જમીનમાંથી ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન લેવા તથા ટકાઉ ખેતી કરવા માટે વિવિધ પગલાઓ જેવા કે ચણા અને મકાઇ પાકોમાં રોગ અને જીવાત સામે પ્રતિકારકતા ધરાવતી જાતો નિંદામણ વ્યવસ્થાપન વાવણી અંતર તથા સંકલિત ખાતર વ્યવસ્થાપન વિશેની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત ડો . એસ . કે . ચાવડા , વૈજ્ઞાનિક ( પાકસંરક્ષણ ) એ વિવિધ પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિષે ઉડાણ પૂર્વક સમજ આપી હતી.વધુમાં તેઓએ પ્રાકૃતીક ખેતી તરફ આગળ વધવા ખેડુતોને વિનંતી કરી હતી . આ પ્રસંગે શસ્ય વિજ્ઞાન વિભાગમાંથી ઉપસ્થિત ડો . નિતિન ગુડધેએ ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોનું મહત્વ અને તેની અગત્યતા વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, હરિત ક્રાંતિ પછી ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં રાસાયણીક ખાતરના આડેધડ વપરાશ અને સેન્દ્રીય ખાતરના ઘટતા જતા વપરાશથી જમીનમાં સૂક્ષ્મતત્વોની ઉણપ સર્જાય છે માટે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા અને ખેતીમાં ખર્ચ ઘટાડવા લો - કોસ્ટ પદ્ધતિ જેવી કે બીજ માવજત અથવા સુક્ષ્મ તત્વોના ખાતરોનો છંટકાવ કરવો અતિ આવશ્યક છે.

આ પદ્ધતિથી ખેડૂતોને માહિતગાર કરવા માટે ચણા અને મકાઇ પાકોમાં સુક્ષ્મતત્વો ધરાવતા ખાતરોની માવજતના 30 નિદર્શનો ઉચ્છલ અને કુકરમુંડાનાં પાટીબંધારા અને રાસપુરમાં આયોજન થયુ હતુ. કાર્યક્રમમાં 55થી વધુ ખેડૂતોએ ભાગ લઇ ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...