તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાપી જિલ્લાના વાલોડ ડોલવણ તાલુકાની બોડૅર પરના ગામોમાં છેલ્લા ઘણાં સમયથી દીપડાઓએ નજરે પડતાં લોકોએ ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું હતું. ગામમાં ડરનો માહોલ સર્જાયો હતો વનવિભાગ દ્વારા પાંજરાની વ્યવસ્થા કરવામાં આવે એવી પ્રબળ લોકમાંગ ઉઠી હતી, પરંતુ ઘણા સમયથી દીપડાઓએ પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પેલાડબુહારી, વિરપોર, અંધાત્રી , ગાંગપુર, બાગલપુર, વાંકલા, ઘાણી સહિતના ગામોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ નજરે પડી રહ્યા છે. ગામડાઓના રહેણાંક વિસ્તારમાં રોજેરોજ નજરે પડતાં લોકોએ ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું હતું. ખેડૂતો ખેતીમાં કામ કરી શકતા નથી અને રાત્રે પણ ખેતરોમાં પાણી ચાલુ કરવા માટે જ ઈ શકતાં નથી.જેથી ડરનો માહોલ સર્જાયો હતો.
ગાંગપુરમાં અઠવાડિયામાં રાત્રે ઘણી વખત દિપડો ગામજનોએ જોયો છે. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડયો હતો. ગામમાં અવારનવાર આવી જતો હિંસક દિપડો ખેતરાડી વિસ્તારમાંથી રાત્રે આવી ચડે છે. ખોડીયાર નગરમાં રાત્રે અવારનવાર આવી જાય છે અને મધ્ય રાત્રિએ ત્રાડ નાખતા બાળકોમાં ભય ફેલાયો છે. ગામજનોમાં ડરનો માહોલ સર્જાયો હતો. ખોડીયાર નગરમાં રહેતા શશીભાઈ ભંડારીએ સતત બે દિવસ ઘરના આંગણામાં નિહાળ્યો હતો. ખોડીયારની સામે આગાઉ પણ કીકીબેન બાવજીભાઈ ભંડારી ખેતરોમાંથી દિપડો પાંજરે પુરાયો હતો. એ જગ્યાએ ગોઠવાયું છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.