રાહત:દાદરિયામાં બસ સુવિધા શરૂ, ધારાસભ્યના હસ્તે પ્રસ્થાન

વ્યારા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકાના દાદરિયા ગામમાં ઘણા વર્ષોથી બસની સુવિધાનો અભાવ હતો, જે બાબતે ગ્રામજનોએ સરપંચ અને આગેવાનોએ ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાને રજૂઆત કરી હતી, જેને લઇને નવસારીથી બુહારી વાયા દાદરિયા થઈ એક બસની સુવિધા ચાલુ થતા ગ્રામજનો વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. આગેવાનો દ્વારા બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. ​​​​​​દાદરીયા ગામમાં બસની સુવિધા અભાવે ગ્રામજનો અને મુશ્કેલી પડતી હતી, જેને લઇને આગેવાનો દ્વારા ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાને બસ સુવિધા માટે રજૂઆત કરી હતી.

જે અંતર્ગત નવસારીથી બુહારી વાયા દાદરિયા ગામ ઉમરકચ્છ, કસવાવ ,જેસીંગપુરા થઈ વ્યારા જશે બસની સુવિધા શરૂ થતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, સુડીકો ચેરમેન નરેશભાઈ પટેલ, માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ સત્યજીતભાઈ દેસાઈ, ઉદયભાઈ દેસાઈ તેમજ વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ ટીંકલભાઈ તથા બુહારીના સુરજભાઈ દેસાઈ સહિત દાદરિયાના સરપંચ સહીત સ્થાનિકો ઉપસ્થિત રહી બસને પ્રસ્થાન કરાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...