ભાસ્કર વિશેષ:ધોરણ 1થી 8ના 2814 શિક્ષકને બ્રિજકોર્સની તાલીમ

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં શિક્ષકો ની બ્રિજક્રોસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. - Divya Bhaskar
વ્યારામાં શિક્ષકો ની બ્રિજક્રોસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
  • ગત વર્ષ અભ્યાસ કરેલા બાળકોને પુનઃ રિવિઝન મળે એ માટે ટ્રેનિંગ અપાઈ

તાપી જિલ્લા ખાતે હાલ ઓનલાઇન શિક્ષણનો આરંભ થઇ ગયો છે. તેની સાથે તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને ભણવા માટે તમામ બાબતોની તૈયારીઓ હાથ ધરાઇ રહી છે, જે અંતર્ગત તાપી જિલ્લામાં 2814 શિક્ષકોને ઓનલાઇન બ્રિજકોર્સની ટ્રેનિંગ અપાઈ છે, જેમાં શિક્ષકો બાળકો સાથે પુસ્તકો સાતે ગત વર્ષના અભયાસના રિવિઝન કરવામાં આવશે. તાપી જિલ્લામાં આ ટ્રેનિંગના પગલે વિદ્યાર્થીઓને આવનારા વર્ષના અભયાસમાં સરળતા રહેશે.

ગત વર્ષે સમગ્ર શિક્ષણ ઓનલાઇન કરાયુ હતુ. ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમસ્યા પડી હોય તે ઉકેલવા આ વર્ષે સરકારે બ્રિજકોર્સ તૈયાર કર્યો છે. તાપી જિલ્લામાં 07 જૂન 2021થી નવું શૈક્ષણિક સત્ર ઓનલાઇન ચાલુ થયું છે. લગભગ 72000 જેટલા વિદ્યાર્થીઓ અભયસમાં જોડાશે. રાજય સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં શરૂઆતના એક માસ દરમિયાન આગલા ધોરણના લર્નિગ આઉટકમના પુનરાવર્તન સ્વરૂપે ધોરણ 01થી 10 ના વિદ્યાર્થીઓ માટે બ્રિજકોર્સ - કલાસરેડીનેશ જ્ઞાનસેતુ કાર્યક્રમ ચલાવવાનું નકકી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ એક માસ સુધી બ્રિજકોર્સ - રેડીનેશઃ જ્ઞાનસેતુ કાર્યકમ દુરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર ચેનલ મારફત પ્રસારિત કરવામાં આવશે. સાથે બ્રિજકોર્સ - કલાસ રેડીનેશ : જ્ઞાનસેતુ કાર્યક્રમમાં તાપી જિલ્લાના તાલુકા વ્યારા વાલોડ સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવણ શાળાના ધોરણ 1થી 8ના કુલ 2814 શિક્ષકોને ટ્રેનિંગ અપાઈ છે.શિક્ષકો આવાનર સમય બાળકો ને પુસ્તકો સાથે રાખી ગત ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસનું રિવિઝન કરાવશે, જેથી બાળકોને નવા વર્ષમાં શૈક્ષણિક અભ્યાસમાં સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...