તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધીરે ધીરે ગરમાટો આવી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સુપ્રીમો સી. આર. પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે પક્ષમાં હોદ્દા ધરાવતા લોકો ને ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળે સહિત અન્ય નિયમ બનાવવાને કારણે મુશ્કેલીઓથી બીજી તરફ વ્યારા નગરમાં ભાજપ દ્વારા છેલ્લે સુધી ઉમેદવારોની યાદી પાડવા મુશ્કેલી અનુભવી હતી બીજી તરફ યાદી બહાર પડતાની સાથે નારાજ હોદેદારો ના રાજીનામું પડવા લાગ્યા હતા.
વ્યારા નગરમાં ભાજપમાં મુશ્કેલીઓ વધી રહી છે. ગત બે દિવસ અગાઉ વ્યારા નગરમાહિલા મોરચાના ઉપપ્રમુખ સીમાબેન સૈયદના રાજીનામાં સાથે તેઓની અપક્ષ ઉમેદવારી પણ ભાજપ માટે એક ચેલેન્જ બની જવા પામી છે. ત્યારે વોર્ડ નં 2 મા ટીકીટ ના મળવાને કારણે તાપી જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ નીતાબેન કે .પારેખ અને વોર્ડ નં 6 મા ટીકીટ ન મળવાને કારણે વ્યારા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી રમીલાબેન રાણા એ રાજીનામુ આપતા ભાજપની મહિલા કાર્યકરોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જેની સાથે વ્યારા નગર ના પારસી વાડ માં રહેતા પરવીનબેન કે દોરડી જેઓ 2015 થી ભાજપમાં જોડાયા હતા.જેઓ નાનામાં નાના કાર્યકરના સાથે લઈને ચાલવામાં તેમજ ભાજપ ના વિવિધ સોપાયેલા હોદા ઓ જેમાં નગર સંગઠન ઉપપ્રમુખ તેમજ શક્તિ કેન્દ્ર સહઇન્ચાર્જ, પેજ પ્રમુખ વાલી વોર્ડ નંબર 6 અને આઇટી એસએમ ના તમામ હોદ્દાઓ મળ્યા હતા જે જવાબદારીઓ સારી રીતે નિભવતા હોવા છતાં તેમને ભાજપ દ્વારા ટિકિટ ન આપતા નારાજ થઇ હોદા પરથી રાજીનામુ આપ્યું હતું અને અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી.
વ્યારા નગરના ગોલવાડમાં રહેતા શૈલેષભાઈ આનંદભાઈ ભોંય 2010 થી ભાજપ સાથે જોડાયા હતા અને હાલમાં ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી જેમણે પણ રાજીનામું આપી દીધું હતું. વ્યારા વોર્ડ નંબર ત્રણ માં રહેતા માજી વ્યારા નગર ભાજપ પ્રમુખ ના પુત્ર અને હાલ તાપી જિલ્લા યુવા મોરચાના પ્રવક્તા વાસવભાઈ નીતિનભાઈ દેસાઈએ પક્ષની કામગીરીથી નારાજ થઈને રાજીનામુ ધરી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.