સંમેલન:વ્યારામાં ભાજપનું પ્રદેશ કક્ષાનું આદિવાસી સંમેલન

વ્યારા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કક્ષાનું આદિવાસી સંમેલન વ્યારાના શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં યોજાયું હતુ. સંમેલનમાં ભાજપ આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીરજી ઉરાંવ, ગુજરાત પ્રદેશ બીજેપીના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાનું સ્વાગત કરાયું હતુ. આદિવાસી સમાજના ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને હાર ચઢાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ રેલી સ્વરૂપે આગેવાનો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.

ભાજપ આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીરજી ઉરાંવએ કારોબારી યોજવા પાછળનું કારણ કાર્યકર્તાઓને ઉર્જા મળે તેઓ ક્ષેત્રોમાં, સમાજ વચ્ચે જઈ પાર્ટીની વિચાર ધારા અને વિકાસની વાતો કરી શકે. ઉમેર્યુ હતુ કે, કોરોનાકાળમાં દેશ- ગામમાં લોકો સંઘર્ષ કરી રહ્યા હતા, તેવી વિષમ પરિસ્થિતીમાં સંકલ્પ દઢ કરી પ્રધાનમંત્રીએ દુનિયામાં વેક્સિનેશન કર્યુ. આઝાદી પછી કોંગ્રેસ અને વામપંથીઓએ લોકોને ગુમરાહ કરી બેરોજગાર, ગરીબ, બીમાર હોવાનુ કહીને રાજ કરતા રહ્યા, પણ સત્તામાં રહી ત્યારે કોઈ ઉપાય કે કોઈ યોજના બનાવી નથી. માત્ર ચુનાવ સમય ભાષણ અને રાશન આપી મતબેંક ઊભી કરવાનું જ કામ કર્યુ છે. તેમણે ગુજરાત સાથે વ્યારા પણ કોંગ્રેસ મુક્ત થાય તેવા તમામ રચનાત્મક કાર્યો કરવા પર ભાર મુક્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, વર્તમાન પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્યની સરકારે જનસંઘની સ્થાપના પછી લગાતાર ભાજપ સાંસ્કૃતિક વિચારધારાથી સૌથી મોટી પાર્ટી બની તેના અમે સભ્યો છીએ.

અન્ય સમાચારો પણ છે...