પેટાચૂંટણી પરિણામ:તાપીમાં 1 જિલ્લા, 5 તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત

વ્યારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતનું ગઢ ગણાતા કરંજવેલ બેઠક પર કોંગ્રેસને આંચકો
  • કોંગ્રેસની પરંપરાગત જિ. પં.ની કરંજવેલ, વ્યારાની ઘાટા, બાલપુર, કેળકુઈ બેઠક પર સફાયો

તાપી જિલ્લામાં આજે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામમાં ભાજપનો ભગવાન લહેરાયો હતો. તાપી જિલ્લા પંચાયતની એક કરંજવેલ બેઠક અને અન્ય તાલુકાની પાંચ તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપના તમામ ઉમેદવારો વિજયી થયા હતા, જેને તાપી જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. કોંગ્રેસના ગઢ ગણાતા કરંજવેલ, ઘાટા, બાલપુર અને કેળકુઈની બેઠકો પર ભાજપે ભવ્ય પ્રદર્શન જીતી લીધી કરી દીધું હતું.

તાજેતરમાં તાપી જિલ્લામાં એક જિલ્લા પંચાયત અને પાંચ તાલુકામાં પેટા ચૂંટણી યોજાઇ હતી, જેનું પરિણામ જાહેર થયુ હતુ, જેમાં જિલ્લા પંચાયતની કરંજવેલ બેઠક વર્ષોથી કોંગ્રેસ પાસે હતી અને વ્યારા ધારાસભ્ય પુનાજી ગામીતનું ગઢ ગણાતા કરંજવેલ બેઠક પર આજે કોંગ્રેસને આંચકો મળ્યો હતો. ગત બેઠક પર કોંગ્રેસે 3200થી વધારે જીત મેળવી હતી તે બેઠક પર ચાલુ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 750થી વધારે લીડ જીતી ગયા હતા. બીજી તરફ તાપી જિલ્લાના અન્ય તાલુકા પંચાયતની બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો હતો જેમાં નિઝર શાલે બેઠક ભાજપે બિનહરીફ કરી પોતાનું ખાતું તો અગાઉથી જ ખુલાવી દીધું હતું.

જ્યારે બાકી રહેલી પાંચ તાલુકા પંચાયતની બેઠકો પૈકી સોનગઢ તાલુકાના ખેરવાડા બેઠક જે અગાઉ ભાજપ પાસે હતી અને ભાજપે પુનઃ પોતાના કબજામાં લીધી હતી તેમજ ડોલવણ તાલુકાના બેડારાયપુરાની સીટ છે પણ ભાજપ પાસે હતી તે સીટ પર ફરી ભાજપે પોતાની પાસે યથાવત રાખી હતી, જ્યારે અન્ય ત્રણ તાલુકા પંચાયત જેમાં વ્યારાની ઘાટા, બાલપુર અને કેળકુઈ બેઠક આ તમામ સીટ કોંગ્રેસને પાસે હતી જે તમામ બેઠકો ભાજપે કબજે લેતા તાપી જિલ્લામાં ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસનો કારમો પરાજય નોંધાયો હતો.

તાપી જિલ્લા પ્રભારી અશોકભાઈ ધોરાજીયા અને તાપી જિલ્લા પ્રમુખ જયરામભાઈ ગામીત, મહામંત્રી વિક્રમભાઈ તરસાડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા સહિત વિવિધ આગેવાનો દ્વારા તાપી જિલ્લામાં ઝીણવટ ભરી રણનીતિ બનાવી લીધી હતી. જેનું પરિણામ આજે જોવા મળ્યો હતો.

તાપી જિલ્લામાં પેટા ચૂંટણીના બેઠકવાર જાહેર પરિણામો
તાપી જિલ્લા અને તાલુકા પંચાયત પેટાચૂંટણીમાં તાપી જિલ્લા પંચાયતની 16 -કરંજવેલની બેઠક ઉપર ગામીત મધુબેન ભીખુભાઇ ગામીત કુલ-5965 મત મેળવી વિજય થયા છે. જ્યારે તાલુકા પંચાયતની બેઠકોમાં વ્યારા તાલુકાની 7-ઘાટા ઉપર- પ્રવિણભાઇ દાનસિંહ ચૌધરી કુલ-2363 મત, 14 -કેળકુઇ- વિગ્દેશભાઇ ઉદેસિંગભાઇ ચૌધરી કુલ-2169 મત, 1-બાલપુર- વંદનાબેન રેવાભાઇ ગામીત કુલ-1524 મત, ડોલવણ તાલુકાની 3-બેડારાયપુરા- બેઠક ઉપર ભાજપના મનોજભાઇ ખુશાલભાઇ માંહ્યવંશી કુલ-1746 મત, અને સોનગઢ તાલુકાની 13 -ખેરવાડાની અનુસૂચિત જાતિ બેઠકો ઉપર ભાજપના-વસાવા મિનેશકુમાર જલમસિંગભાઇ કુલ-1783 મતોથી વિજયી થયા છે.

તાપી જિલ્લા પંચાયતની બેઠક પર આપએ પોતાનું પ્રભુત્વ વધાર્યું
​​​​​​​તાપી જિલ્લા પંચાયતની 16 કરંજવેલ બેઠકએ વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતનું ઘર છે. આ બેઠક આઝાદીથી કોંગ્રેસની બેઠક ગણાય છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 3200 મતથી વિજેતા બન્યા હતા. તે બેઠક પર આપ ભારે પગ પેસારો કરી દીધો હતો, જેમાં ભાજપના ઉમેદવાર મધુબેન ગામીતને 5965 જ્યારે કોંગ્રેસના રેચલ ગામીતને 5250 અને આપના મિત્તલ ગામીતને 3486 અને નોટામાં 392 મત મળ્યા હતા. પ્રથમવાર આપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી 3500 જેટલા મત લઈ પોતાનું પ્રભુત્વ વધાર્યું હતું.

નિઝર તાલુકા પંચાયતની શાલે બેઠક બિનહરીફ
તાપી જિલ્લાની પેટા ચૂંટણી જાહેર થઇ હતી ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીમાં નિઝર તાલુકાની એક બેઠકને બિનહરીફ જાહેર કરાવી જીતનું ખાતું ખોલાવી લીધુ હતુ. નિઝર તાલુકા પંચાયતની 12 -શાલેની બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર દમયંતી નાઇક બિનહરીફ ચૂંટાયા હતા.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...