તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vyara
 • BJP Announces 16 Candidates Leaving 2 Disputed Wards In Vyara Palika, 4 Congress Candidates Fill Up Forms In Vyara Ward No.7

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારો જાહેર:વ્યારા પાલિકામાં વિવાદિત 2 વોર્ડને બાકી રાખીને ભાજપે 16 ઉમેદવારો જાહેર કર્યા, ,વ્યારા વોર્ડ નં.7માં કોંગ્રેસના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

વ્યારા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

વ્યારા નગર પાલિકા માં ગત રોજ કોંગ્રેસ દ્વારા 28 ઉમેદવારો ની યાદી બહાર પાડી દેવાઈ હતી.બીજી તરફ બુધવારે રાત્રે 9 કલાકે વ્યારા નગર ભાજપ દ્વારા વોર્ડ ન 2 માં 4 ઉમેદવારો તેમજ વોર્ડ 4 માં 4 ઉમેદવાર તેમજ વોર્ડ ન 5 માં 3 ઉમેદવાર વોર્ડ ન 6 માં 2 ઉમેદવાર અને વોર્ડ 07 માં 03 ઉમેદવારો ની યાદી બહાર પાડી હતી 28 પેકી 16 ઉમેદવારો જાહેર બીજી તરફ વિવાદ ના ઉભા થયેલા વોર્ડ 01 અને 03માં ના ઉમેદવાર જાહેર કરાયા નથી.

અનુભવી સુધિરસિંહ ચૌહાણ, સંજય સોનીના નામ પર મહોર
યાદીમાં ગત ચૂંટણીના એક પણ ઉમેદવારો રિપીટ કરાયા નથી.ઉપરાંત વોર્ડ.નં. 07માં સીટીંગ ઉમેદવાર અને તત્કાલીન પ્રમુખ મહેરનોઝ જોખીની ઉંમરના કારણે ટિકિટ કપાઈ હતી.અનુભવી એવા સંજયભાઈ સોની અને સુધીરસિંહ ચૌહાણ ના નામો પર મહોર મુકાઈ હતી.

વિવાદને લઇ વોર્ડ.નં.1 અને 3માંથી એકપણ ઉમેદવાર જાહેર ન કરાયા
વોર્ડ નંબર 2
પ્રીતિબેન જીતેન્દ્રભાઈ ગામીત ,નિમિષાબેન હેમંતભાઈ તરસાડીયા , સંજયભાઈ ભાનુશેઠ સોની , મૃણાલભાઈ યજ્ઞેશભાઇ જોષી

વોર્ડ નંબર 4
સંગીતાબેન શામજીભાઈ ગામીત , રીનાબેન નયનભાઈ પટેલ ,કલ્પેશભાઈ ઇશ્વરભાઇ ઢોડીયા , હરીશભાઈ રઘુભાઇ પટેલ

વોર્ડ નંબર 5
હેમુબેન રાજેશભાઈ ગામીત , મનિષાબેન રાજુભાઈ મોહિતે , અનિલભાઈ આત્મારામ શિરસાડે , પેન્ડિગ

​​​​​​​વોર્ડ નંબર 6
સેજલબેન હેમંતભાઈ રાણા , રાકેશભાઈ અમરસિંહ ચૌધરી , પેન્ડિગ , પેન્ડિગ

​​​​​​​વોર્ડ નંબર 7
નીલાબેન ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ , જયેશભાઈ અશ્વિનભાઈ રાઠોડ , સુધીરસિંહ ચંદ્રસિંહ ચૌહાણ, પેન્ડિગ

વ્યારા નગરપાલિકાની સાત વોર્ડના 28 બેઠકો માટે ચૂંટણી યોજનાર છે.નગર પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા કોંગ્રેસ દ્વારા ગત રોજ વિધિવત રીતે 28 ઉમેદવારોનીની યાદી હતી. બીજી તરફ ભાજપ પક્ષ દ્વારા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ યાદી આવી ન હતી. આજરોજ વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર સાત માં કોંગ્રેસના ચાર ઉમેદવારો દ્વારા પ્રાંત કચેરીએ જઈ પોતાના ઉમેદવારી ફોર્મ ભરાવી વ્યારા નગરપાલિકાની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. વ્યારા નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ દ્વારા ચૂંટણી કચેરીએથી 72 જેટલા ફોર્મ લઇ જવાયા હતા.

​​​​​​​કોંગ્રેસ દ્વારા ગતરોજ 28 ઉમેદવારો ની યાદી બહાર પાડી દીધી હતી અને તેમને ચૂંટણીની કામગીરી ચાલુ કરાવી દીધી હતી બીજી તરફ ભાજપના ઉમેદવારનું નામ બહાર ન આવતાં હજી ઉમેદવારોનું સસ્પેન્સ યથાવત રહ્યું હતુ. બુધવારના રોજ વ્યારા નગરપાલિકા માટે વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર વિરલભાઇ ટેલર, રીનાબેન ગૌર, મુકેશભાઈ રાઠોડ અને સેન્હાબેન પંચોલીએ તેમના ઉમેદવારીપત્રકો વ્યારા પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીને જમા કરાવ્યા હતા. આ સાથે અન્ય ત્રણ ડમી ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા, જેને લઈને બુધવારે સાંજ સુધીમાં પ્રાંત કચેરીએ કુલ સાત ઉમેદવારોના ફોર્મ જમા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો