વ્યારા નગર પાલિકા દ્વારા નગર ની સુવિધા સાથે સુંદર અને રળિયામણું દેખાય એ માટે આયોજન પૂર્વક કરી કામ કરી રહી છે.જે અનુસંધાને વ્યારા નગરના મુખ્ય માર્ગની 2 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કામગીરી નું આયોજન કર્યું છે.જેના થકી આ માર્ગની રોનક બદલાઈ જશે. વ્યારા સબસે ન્યારા ના સુત્રને સાર્થક કરવા માટે નગરપાલિકા દ્વારા અવાર-નવાર વિકાસના કામો કરી રહી છે. વ્યારા નગરના મુખ્ય માર્ગ તરીકે ઉપયોગ માં આવતા મિશનમાં નાકા થી જનક નાકા સુધીના માર્ગ ઉપર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.
નગરપાલિકા દ્વારા અત્યંત અવરજવરથી ભરચક ગણાતા માર્ગની આજુબાજુમાં અંદાજિત બે કરોડના ખર્ચે રોડ બ્યુટીફીકેશન ના કામગીરીનું આયોજન કરી દેતા ભવિષ્યમાં આ રોડ એક નવી ઓળખ ઊભી કરશે. આવનારા સમયમાં માર્ગ ની સુંદરતા સાથે સ્વચ્છતામાં પણ વધારો વાહન ચાલકો સહિત સ્થાનિકો અને રાહદારીઓ માટે આ સ્થળ હરવા ફરવા માટે પણ ઉપયોગી બની રહેશે.
ફૂટપાથ, રેલિંગ,પાર્કિંગ,ડ્રેનેજ લાઇન સહિતના કામો હાથ ધરાશે
હાઇવેની સાઇડમાં રોડની બન્ને તરફ બ્યુટીફીકેશન કામ કરાશે. જેમાં વરસાદી પાણીના નિકાલ માટે તેમજ ગટર વ્યવસ્થા તેમજ બેઠક વ્યવસ્થા તેમજ છોડવાઓ થી વ્યવસ્થિત અને એકસરખી સુંદરતા જળવાઇ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ બ્યુટીફીકેશન માં સાફ-સફાઈ કરી વરસાદી ગટરની પાઈપ લાઈન, પાર્કિંગ, ચાલવા માટે પાથ વે, સ્ટીલની રેલીગ, ગ્રીન લેન્ડસ્કેપ, બોક્સ પ્લાન્ટર, ડ્રેનેજ ચેમ્બર, ટ્રી પિટ, ઈલેક્ટ્રીક ચેમ્બર, લાઈટ પોલ, લાઈટ બોલાર્ડ અને નાના છોડ રોપાશે.
ગુલમહોર,સાયક્સ, એરિકા પાલ્મ જેવા વૃક્ષો રોપાશે
રોડ બ્યુટીફીકેશન ના કામમાં બંને તરફ લીમડો, ગુલમોહર, હિના, સાયકસ તેમજ મોટા પ્લાન્ટમાં એરિકા પાલ્મ અને દેશી ચંપાના છોડો પણ રોકવામાં આવશે જેને લઇને પર્યાવરણમાં પણ ઉપયોગી બનશે. વાતાવરણ પ્રદુષિત ઓછુ થશે.
બ્યુટિફિકેશનની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ
મુખ્ય માર્ગ ની બાજુ માં અંદાજે 2 કરોડ ના ખર્ચે માર્ગ બ્યુટીફીકેશન ની કામગીરીનું આયોજન કર્યું હતું જેનું ટેન્ડરિંગ પૂણ થઇ ગયું છે આ માર્ગની એક નવી ઓળખ ઊભી થશે. > રીતેશ ઉપાધ્યાય, બાંધકામ સમિતિ, ચેરમેન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.