તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સુવિધાથી વંચિત ગાયત્રી સોસા.માં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર

વ્યારા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
વ્યારાની ગાયત્રી સોસાયટીના પ્રશ્ર્નો ન ઉકેલાતા સ્થાનિકોએ એકત્ર થઇ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડી નેતાઓને પ્રવેશ બંધી કહી હતી. - Divya Bhaskar
વ્યારાની ગાયત્રી સોસાયટીના પ્રશ્ર્નો ન ઉકેલાતા સ્થાનિકોએ એકત્ર થઇ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડી નેતાઓને પ્રવેશ બંધી કહી હતી.
 • કોમન પ્લોટ, પાણી અને સફાઇ મુદ્દે રહિશોમાં રોષ

સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો ધમધમાટ શરૂ થવાની સાથે કેટલાય વિસ્તારોમાં નારાજ મતદારો વિવિધ રીતે વિરોધ કરી પ્રશ્નોના નિરાકરણ માટે તજવીજ હાથ ધરે છે. વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં આવેલા ગાયત્રી નગર સોસાયટી ના રહીશો દ્વારા ઓછા પ્રેશરથી પાણી આવવાનું તેમજ સાફ-સફાઈ નો અભાવ અને કોમન પ્લોટ આ પ્રશ્નોના નિરાકરણ ન આવતા પ્રમુખ ની આગેવાનીમાં સોસાયટીમાં ઠેરઠેર ચૂંટણી બહિષ્કારના બોર્ડ મારી દેવાયા છે. અને નેતાઓએ ના આવવા માટે જણાવી દેવાયું છે જેને પગલે સ્થાનિકો દ્વારા એકસૂરે સોસાયટીના પ્રશ્નોનું નિરાકરણ થાય નહીં તો મત નહીં ની ચીમકી આપી હતી .

તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થવાની સાથે વિવિધ પ્રશ્નોના નિરાકરણ નાખતા હોય જેને લઇને ચૂંટણી બહિષ્કાર સુધીની કામગીરી હાથ ધરાતી હોય છે .વ્યારા નગરપાલિકા ગાયત્રી નગર સોસાયટી આવેલી છે .જ્યાં આજરોજ સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને ઓછા પ્રેશરથી પાણી આવવાના કારણે દર ઉનાળે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે આ વિસ્તારમાં સાફ સફાઇ પણ કરવામાં ન આવ્યો હોવાને કારણે ગંદકીમાં વધારો થવાની સાથે સ્થાનિકોના આરોગ્યમાં પણ જોખમાઈ રહ્યું છે.

તેની સાથે જ સોસાયટીમાં આવેલા એક કોમન પ્લોટ બાબત નો પ્રશ્ન પોલીસ મથકે સ્થાનિક પોલીસ મથક અને નગરપાલિકામાં મૂકવામાં આવ્યો હોવા છતાં તેનો કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકો દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી નેતાઓને પણ આ વિસ્તારમાં ન આવવા દેવા માટે નો ઉલ્લેખ કરતા બેનરો લગાડી દેવાયા છે.

કોમન પ્લોટ પર ફેન્સિંગ કરી કબ્જો કરાયો
વ્યારાના ગાયત્રી સોસાયટીમાં કોમન પ્લોટ આવ્યો છે જે કોમન પ્લોટ પર હાલ સોસાયટીના રહીશો ગાડી પાર્કિંગ તરીકે ઉપયોગ કરતા હતા. જે કોમન પ્લોટ પર હાલ ખેડૂત દ્વારા સોસાયટી ના પરમિશન વગર ફેન્સિંગ કરી દેવાતા તે બાબતની સ્થાનિકોએ વ્યારા પોલીસ મથક અને નગર પાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી આ પ્રશ્નનો તાત્કાલીક નિકાલ થવા જરૂરી છે.અન્યથા ચૂંટણીનો બહિષ્કાર થશે.- નિતિનભાઈ પ્રધાન, પ્રમુખ, ગાયત્રી સોસાયટી

પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો બહિષ્કાર
ગાયત્રી સોસાયટીમાં 30 વર્ષથી નિયમિત રીતે કોઈ સાફ સફાઈ થતી નથી.અવારનવાર રજૂઆતો કરાય ત્યારે માં એક બે વાર નગરપાલિકા દ્વારા મોકલી સાફ-સફાઈ કરાય છે. સ્થાનિક દ્વારા નિયમિત વેરા ભરાઈ છે. છતાં સાફ-સફાઈ નથી અને પાણીનો પ્રશ્ન પણ છે. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર સાથે મતદાન કરવામાં આવશે નહીં. - દિક્ષિતાબેન અસ્વીન શાહ, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો