તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સવારે 8થી રાત્રે 8 વ્યારામાં ભારે વાહનો પર પ્રતિબંધ

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વધી રહેતા જેને લઇને તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા વ્યારા નગરમાં સવારે 8 થી સાંજે 8 કલાક સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

વ્યારા જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી તથા જુના બસ સ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે. આ સમય દરમિયાન માલવાહક ભારે વાહનોનો પ્રવેશ થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે.

પરિણામે જાહેર જનતાને અવર-જવરમાં હાડમારી વેઠવી પડે છે. જેને લઇ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વળવીએ જાહેરનામું બહાર પાડી વ્યારા જુના બસસ્ટેન્ડથી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જુના બસ સ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી દરરોજ સવારે 8થી સાંજે 8 સુધી માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક સેવા, ઇમર્જન્સી અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામું 30.10.21 સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...