જનજાગૃતિ રેલી:વ્યારામાં કોંગ્રેસની જનજાગૃતિ રેલી નીકળી, સરકાર પર કરાયા પ્રહારો

વ્યારા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં કોંગ્રેસની જનજાગરણ યાત્રામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. - Divya Bhaskar
વ્યારામાં કોંગ્રેસની જનજાગરણ યાત્રામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ભાજપની સરકાર ગુજરાતમાં સદંતર નિષ્ફળ નીવડી છે આમ આદમીની પીડા સતત વધી રહી છે.તેમજ ગુજરાતમાં કોંગ્રેસ નું પ્રજામાં આકર્ષણ વધી રહ્યું છે. આવનાર સમયમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એ માટે કોંગ્રેસ કાર્યકર્તા હોય આંતરિક મતભેદ ભૂલી એકજૂથ થઇ રાત-દિવસ કામ કરવું પડશે અને પરિણામ લાવવું પડશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કાયદા રદ કરવા સરમુખત્યારશાહી હાર થાય થઈ હોવાનું વ્યારા ખાતે જનજાગૃતિ રેલીમાં આવેલા ગુજરાતના પ્રભારી મંત્રી ડો. રઘુભાઈ શર્માએ જણાવ્યું હતું

તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે સભ્ય નોંધણી અભિયાન કોંગ્રેસ ના પ્રદેશ સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા,વિરોધ પક્ષના નેતા પરેશ ધનાની, ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ મંત્રી.ડો.તુષારભાઈ ચૌધરી સહિત કોન્ગી ધારાસભ્યો અને આગેવાનો ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો જે વ્યારા ખાતે સભામાં પરિવર્તન થઈ હતી જ્યાં ઉપસ્થિત જનમેદની ને ગુજરાત પ્રભારી ડો.રઘુ શર્મા એ કાર્યકરો અને આગેવાનો ને કોંગ્રેસ ને સત્તા પર લાવવા જરૂરી માર્ગદર્શન આપવાની સાથે હાલ ની ભાજપની સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.

જેમાં જણાવ્યું હતું કે ખેડૂતો ખેતી વિરોધી ભાજપ સરમુખત્યારશાહી અને અહંકાર ની હાર થઈ છે અને ખેડૂતો તેમજ હિન્દુસ્તાન ની જીત થઈ છે આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત આગેવાનો દ્વારા ભાજપ સરકાર પ્રહારો કર્યા હતા તેમજ કોંગ્રેસ ની આવનારી બાબતમાં કાર્યકરો સાથે ચર્ચા કરી આવનાર સમયમાં કોંગ્રેસને સંગઠન મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી.

મંત્રી પદ નહીં પણ સંગઠન જરૂરી છે
વ્યારામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતભરમાં થઈ રહેલા જન જાગરણ અભિયાન અંતર્ગતના કાર્યક્રમ વેળાએ કૃષિ કાયદા પરત ખેંચવા મુદ્દે અને રાજસ્થાનના મંત્રી સાથે ગુજરાત પ્રભારી રઘુ શર્માના રાજીનામાં અંગે પૂછતાં ડો.રઘુ શર્માએ જણાવ્યુ કે, મંત્રી પદ જરૂર નથી પણ સંગઠન જરૂરી છે.

ટ્રેક્ટર રેલીમાં અનેક આગેવાનો જોડાયા
હાલમાં કૃષિ કાયદો પરત ખેંચવાની ઉજવણીના ભાગરૂપે સુરતના માંડવીથી વ્યારા ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાણી જાતે ટ્રેકટર ચલાવી રેલી કાઢી હતી. જેમાં વ્યારા સુગર ફેકટરીથી રઘુ શર્મા સહિતના જિલ્લાના આગેવાનો આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...