શિક્ષણ:જૂના બેજ ગામમાં અંતે સરસ્વતીનું અવતરણ, શિક્ષણના થયા શ્રી ગણેશ

વ્યારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
જુના બેજ ગામમાં આજથી 17 બાળકોને શિક્ષણ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી બાળકો સાથે વાલીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા - Divya Bhaskar
જુના બેજ ગામમાં આજથી 17 બાળકોને શિક્ષણ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી બાળકો સાથે વાલીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા
  • વિકાસથી વંચિત ગામના 17 બાળકોને ઘર આંગણે શિક્ષણ મળતું થયું

કુકરમુંડાના જુનાબેજ ગામમાં વર્ષો પછી પ્રથમ વખત શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. જયારે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ત્યારે આ ગામના લોકો વર્ષોથી 8 માસ હોડી યુગમાં જીવે છે. જે અંગે દિવ્યભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રસિધ્ધ થતા જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. મુલાકાત લીધા બાદ ગુરુવારે પહેલી શિક્ષણની સુવિધા સરૂ થઈ છે, જેમાં પહેલા દિવસે 17 બાળકો શિક્ષણકાર્યમાં જોડાયા હતા.

કુકુરમુંડાનું અવિકસિત જુનાબેજ ગામમાં ગુરુવારના રોજ કુકરમુંડા તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમની ટીમ અને શિક્ષણ વિભાગના બી.આર.સી તેમજ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આશરે 17 જેટલાં બાળકોઓને ગામમાં જ શિક્ષણની આપવાની શરૂઆત કરાઇ છે.

પહેલા દિવસે ગ્રામજનોએ પણ પોતાના બાળકો સાથે ઉત્સાહભેર શાળાએ આવ્યા હતા. બોર્ડ પર ‘સૌ ભણે, સૌ આગળ વધે’નો મંત્ર લખી શિક્ષણના શ્રી ગણેશ કરાયા હતો. અત્યાર સુધી વાલીઓ પોતાના સંતાનને પહેલા ધોરણમાં આશ્રમશાળામાં બહાર મુકવા સિવાય કોઈ વિકલ્પ શિક્ષણ ન હતો. પરંતુ હવે તેમને ઘર આંગણે જ શિક્ષણ મળતું થયું છે.

વર્ષો પછી અમારા ગામમાં ઘર આંગણે શિક્ષણ આવ્યું
અશ્વીનભાઈ તુલસીદાસભાઈ વળવી અને ગણેશભાઈ પ્રધાનએ જણાવ્યું હતું કે વર્ષો પછી અમારા ગામમાં ઘર આંગણે શિક્ષણ આવ્યું છે. અમારા બાળકો માટે ખૂબ જ ઉત્સાહનો માહોલ ઉભો થયો છે. બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધશે, અંધકાર દૂર થશે. જેને લઇને અમારા ગામમાં ખુશીનો માહોલ ઉભો થયો છે.

બાળકોને શૈક્ષણિક કિટ આપી ભણતર શરૂ કરાવવામાં આવ્યું
જુના બેજ ગામમાં શિક્ષણ બાબતે અગાઉ ગ્રામજનો સાથે ચર્ચા કરી અને ગામના એક શિક્ષિત યુવતીને શિક્ષક તરીકે જવાબદારી આપી હતી. ગુરુવારથી ગામના એક સ્થળ પર બાળકોને તમામ શૈક્ષણિક વસ્તુઓ આપી ભણતર શરૂ કરાવ્યું છે. - ડી.ડી.કાપડિયા, ડીડીઓ, તાપી

અન્ય સમાચારો પણ છે...