તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલત કફોડી:વાવણી ટાણે જ વ્યારામાં યુરિયા માટે કતારો લાગી

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમૂલ્ય સમય કતારોમાં વેડફાય છે - Divya Bhaskar
અમૂલ્ય સમય કતારોમાં વેડફાય છે
  • વરસાદ દ્વાર પર હોવાથી ખેડૂતોએ કામગીરી પૂરજોશમાં આરંભી છે ત્યારે જ ખાતરની અછત સર્જાતાં હાલત કફોડી થઇ

મહત્તમ ખેતી પર નિર્ભર એવા તાપી જિલ્લા ના વ્યારા તાલુકાના ખેડૂતોને ડાંગરમાં મહત્વની જરૂર એવા યુરિયા ખાતર ની અછત સર્જાતા મુશ્કેલીમાં મુકાયા છે. ખાતરની ખરીદી માટે ખેડૂતો વ્યારાના ખેતીવાડી માર્કેટમાં આવેલ જીએસએફસી અને નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પર સવાર થી પહોંચી જાય છે. પરંતુ તેમને મૉટેભાગે યુરિયા ખાતર ન મળતા વીલા મોઢે પરત ફરવું પડે છે. ખેડૂતો ના મોટાભાગનો સમય યુરિયા ખરીદી ની લાઇન માં નીકળી રહ્યો છે. જિલ્લામાં સરળતા અને સમયસર ખાતર મળે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

સમગ્ર દેશ અને રાજ્ય માં એક તરફ કોરોના વાયરસની મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે, તો બીજી તરફ વરસાદની સિઝનમાં ખેતી માટે મહત્વના ગણાતા યુરિયા ખાતરો ની અછત વચ્ચે વ્યારાના ખેડૂતો વહેલી સવાર થી લાંબી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે. તાપી જિલ્લામાં મહત્તમ ખેડૂતો ચોમાસાની સિઝનમાં ડાંગરની ખેતી કરતા હોય છે, પરંતુ ડાંગર ના પાક ને રક્ષણ પૂરું પાડનાર મહત્વ ના યુરિયા અને ખાતરો ની અછત સર્જાતા વ્યારાના ડેપો પર મહિલા અને પુરુષ ખેડૂતો લાંબી લાઈનો વચ્ચે ખાતરો લેવા મજબુર બન્યા છે, અને જો ખાતર મળી જાય તો તે પણ પૂરતું ન મળતું હોવાની બૂમો ઉઠવા પામી છે.

રોજ લાઇનમાં ઉભા રહો તોય ખાતર નથી મળતું
રોજે રોજ ખાતર ની લાઇન માં ઉભા રહી કંટાળી ગયા છે. ખાતર મળતું નથી જેના કારણે છેવટે ખોટ ખાવી પડે છે. - અનિલ ગામીત, ખેડૂત,જમાપુર
કલાકો લાઇનમાં વેડફો ત્યારે માંડ ખાતર મળે છે
એક તરફ વરસાદના આગમનની તૈયારીઓ બીજી તરફ ખાતર સમયસર ન મળતા હાલકી પડી રહી છે. વ્યારા ખાતે લાઈનમાં ઉભા રહી કલાકો બગડ્યા બાદ માંડ ખાતર મળે છે. -બિપિન ગામીત , ખેડૂત, શિરીષપાડા
સપ્લાય લેટ થવાને કારણે અછત સર્જાઇ છે
વ્યારામાં યુરિયાની રોજ 500થી 600 બેગના વેચાય છે.હાલ સપ્લાય લેટ થવાના કારણે યુરિયની અછત વર્તાય છે. પુરતું ખાતર મળે એ અંગે કામગીરી હાથ ધરી છે. - પરેશ હિમાણી, વ્યારા ડેપો ઇન્ચાર્જ, જીએસએફસી
બે દિવસમાં પુરતું ખાતર મળતું થઇ જશે
યુરિયા નો સ્ટોક હાલ પૂરો થયો હતો.બે દિવસ માં આવી જશે.અટલે ખાતર મળતું થઇ જશે. - આર. એલ. ડાભી, કેન્દ્રીય ઇન્ચાર્જ, વ્યારા ડેપો, જીએનએફસી

તાપી જિલ્લામાં ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર અને ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર એમ બન્ને કંપનીઓના ડેપો આવેલ છે પરંતુ આ બન્ને ડેપો ચોમાસાની સીઝનમાં જિલ્લાના ખેડૂતોની યુરિયા ખાતરની માંગને પહોંચી ન વળતા ખાતર ની અછત સાથે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...