તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂંક:તાપીમાં ચૂંટણી કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂંક

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

પ્રજાજનો અને ઉમેદવારોની મુશ્કેલી દૂર થાય જે મુજબ તાપી જિલ્લાના કાયદા અને વ્યવસ્થા માટે આર. એલ. માવાણી (નાયબ પોલીસ અધિક્ષક 9978408077), પોસ્ટલ બેલેટ પેપર એસ.એમ. બારોટ (કાર્યપાલક ઇજનેર 9879304275), પ્રચાર અને મીડિયા આર. આર. તડવી (માહિતી નિયામક 9909237547), ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ વી. જે. ગોહીલ (મોટરવાહન નિરીક્ષક 8460462338), સ્ટાફ વેલફેર ડો. હર્ષદ પટેલ (આરોગ્ય અધિકારી 7434065700), તાલીમ મેનેજમેન્ટ દિનેશ ચૌધરી (9979557814), મટીરીયલ મેનેજમેન્ટ ડો. વિપુલ પટેલ (વૈજ્ઞાનિક ચોખા સંશોધન કેન્દ્ર 8469417374) નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત કંટ્રોલરૂમ આર.આર.વસાવા હિસાબી અધિકારી પ્રા.શિક્ષણ, ચુંટણી સ્ટાફ વ્યવસ્થાપન પી.આર.ચૌધરી (9426869039), જિલ્લા અને તાલુકા પંચાયત ચુંટણીનું હિસાબ મોનીટરિંગ એ.બી. હળપતી ( તિજોરી અધિકારી - 7567023605)ની નિમણૂંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો