તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરિક બદલી:તાપી એલસીબીમાં નવા 9 પોલીસકર્મીની નિમણુંક

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લા એલસીબીમાં બદલી થવાની ચર્ચા ઉઠતી રહેતી હતી. જે અટકળોનો આખરે અંત આવ્યો હતો. તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી કારણોસર એલસીબી ટીમમાં 16 જેટલા વ્યક્તિઓની આંતરિક બદલી કરી હતી, અને જેમાં જૂની એલસીબીની ટીમમાં 07 વ્યક્તિઓ જિલ્લામાં અન્ય પોલીસ મથક માં મૂકી દેવાયા હતા.

તાપી જિલ્લાના નવી એલસીબી ટીમમાં નવ જેટલા પોલીસ કર્મીઓનો નિમણૂક કરાઈ હતી. એલ.સી.બી. ની નવી ટિમ માં હેકો અનિરૂધ્ધસિંહ દેવસિંહ,હેકો ચેતનભાઇ ગજાભાઇ ,હેકો ધર્મેશભાઇ મગનભાઇ હેકો બિપીનભાઇ રમેશભાઇ ,હે કો તેજપાલસિંહ ધનસિંગ ,પોકો રોનકભાઇ સ્ટીવનશન ,પોકો પ્રકાશભાઇ રામાભાઇ , એલઆર રાહુલભાઈ દિગંબરભાઈ અને હેકો રાકેશભાઇ જીવણભાઈ ની નિમણૂક કરાઈ હતી.

જ્યારે તાપી જિલ્લા ના એલસીબી ટિમ માં હેકો લેબજીભાઈ પરબતભાઇ ,પોકો વિનોદભાઈ પ્રતાપભાઈ,પોકો કશ્યપભાઈ અમરસિંહ યથાવત રહ્યા હતા હાલ તાપી એલસબી પીઆઇ આર સરવૈયા તેમજ એક પીએસઆઇ સહિત કુલ 14 લોકોની ટીમ બનાવી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...