તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ જતન:ત્યજી દેવાયેલા નવજાત બાળકોને પણ ઉમદા ભવિષ્યની તક આપવા મુકાયું ‘અનામી પારણું’

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનઇચ્છીત બાળકોને અવાવરૂં જગ્યા પર તરછોડી દેવાથી થતી હાનિને ટાળવા તાપી જિલ્લા બાળ સુરક્ષા વિભાગની પહેલ

બાળકોને તરછોડી જનાર માતા-પિતાની ભલે ગમે તે મજબૂરી હોય પરંતુ તેઓ એક વાર પણ વિચારતા નથી કે બાળકના ભવિષ્યનું શું ? કુદરત તરફથી ભેટ સ્વરૂપે મળેલ જીવન જીવવાની અમૂલ્ય તકને બાળક કેવી રીતે જીવી જશે ? બાળકોને તરછોડી જનાર માતા-પિતા ભલે આ ના વિચારતા હોય પરંતુ એક કહેવત છે કે “ જિસકા કોઈ નહીં, ઉસકા ખુદા હોતા હૈ યારો “ જન્મતાની સાથે જ તરછોડાયેલ આવા બાળકો પણ સારુ જીવન જીવે તે માટે તાપી જિલ્લામાં બાળસુરક્ષા વિભાગ દ્વારા એક નવતર પહેલ કરીને નવજાત શિશુના રક્ષણ માટે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે “ અનામી પારણુ “ મુકવામાં આવ્યું છે. આજે મુકવામાં આવેલ અનામી પારણાના કાર્યક્રમમાં હોસ્પિટલના સીવીલ સર્જન ડો.નૈતિક ચૌધરી, બાળ સુરક્ષા અધિકારી નિર્મલ ચૌધરી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જેનો ઉદ્દેશ તાપી જિલ્લાના જે કોઈ પણ વાલી અન અને સગાસબંધી અનઈચ્છિત નવજાત શિશુને પોતાની પાસે રાખવા માંગતા ન હોય તો તેમણે તાજા જન્મેલા નવજાત શિશુને કોઈ પણ અવાવરૂ જગ્યા, ઝાડીઝાંખરા, કચરાપેટી કે નદી નાળામાં મૂકી ન દેતા જનરલ હોસ્પિટલ વ્યારામાં સ્ત્રી વોર્ડ પાસે રાખવામાં આવેલ આ “ અનામી પારણામાં “ બાળકને મુકી જવા અપીલ કરવામાં આવે છે. આવી રીતે અવાવરૂ જગ્યાએ ત્યજી દેવાયેલ કુમળા બાળકને શારિરીક,માનસિક ઈજાઓ થતા તેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. આવા શિશુને આ રીતે નોંધારૂ ન મુકતા આ પારણામાં મુકી જવામાં આવશે તો તેનું કાળજીપૂર્વક જતન કરી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 મુજબ દત્તકની પ્રક્રિયા અંતર્ગત તેનુ પુન:સ્થાપન કરી તેનો ઉછેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો