હાજરી વધી:આંગણવાડીઓ ફરી ભૂલકાંઓના કલરવથી ગૂંજી ઉઠી, તાપીની આંગણવાડીઓમાં 1 જ દિવસમાં ભૂલકાઓની હાજરીમાં 2000નો વધારો

વ્યારા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં વ્યાપેલ મહામારી કોવિડ-19 ના પગલે બાલમંદિરથી લઇ કોલેજ સુધી વિદ્યાર્થીઓનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં ઓનલાઇન અભ્યાસનો પ્રારંભ થતા નાનાભુલકાઓને આંગણવાડી બહેનો દ્વારા ઘરે-ઘરે જઇ અભ્યાસ અને પુરક પોષણ પ્રદાન કરવામાં આવતું હતું. બે વર્ષ બાદ તાજેતરમાં શિક્ષણ મંત્રી દ્વારા ભુલકાઓ માટે ઓગણવાડીના દ્વારા ખોલવાની જાહેરાત થતા આજરોજ તાપી જિલ્લામાં કુલ-1049 આંગણવાડીમાં માતાપિતાની સંમતિ સાથે પ્રથમ દિવસે 13233 બાળકોએ પ્રવેશ મેળવી હોંશે હોંશે શિક્ષણની પાપાપગલીનો પ્રારંભ કર્યો હતો.

બીજા દિવસે 15273 બાળકો ની સંખ્યા વધી હતી. તાપી જિલ્લા અધિકારી ડી.ડી.કાપડીયા અને આઇ.સી.ડી.એસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ દ્વારા ગત રોજ વ્યારા તાલુકાના ગોરૈયા ગામની આંગણવાડીની મુલાકાત લઇ બાળકો, માતા-પિતાનો ઉત્સાહ પૂર્વક સ્વાગત કરી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોને બારાક્ષરીની ચોપડી, પેન્સીલ, કલરની કીટ અને ફુલની ભેટ આપી શિક્ષણકાર્યનો શુભારંભ કરાવ્યો હતો. ડી.ડી.ઓએ ઉપસ્થિત માતાપિતાને બાળકોને માસ્ક પહેરી મોકલવા અનુરોધ કર્યો હતો.

મીઠાઇ અને ફૂલ આપી સ્વાગત
વ્યારા ની સ્કૂલો માં બાળકો ને મીઠાઈ અને ફૂલ આપી સ્વાગત કરાયું. વ્યારા નગરમાં આવેલી વિવિધ સ્કૂલોમાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તિલક અને મીઠાઈ ચોકલેટ આપી પ્રવેશ કરાવ્યો હતો અને પ્રથમ દિવસ બાળકો સાથે વિવિધ રમતો રમી શૈક્ષણિક ની જ્ઞાનની શરૂઆત કરી હતી.

કોવિડ નિયમોનું ચુસ્ત પાલન
કોરોના માર્ગદર્શિકાને અનુસાર અને ભવિષ્યમાં પણ દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર માર્ગદર્શિકાના ચોક્કસ પાલન સાથે શિક્ષણ કાર્ય આગળ ધપાવવામાં આવશે એમ આઇ.સી.ડી.એસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...