તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વ્યારામાં લગ્નમાં જાહેરનામાના ભંગ બદલ 3 સામે ગુનો નોંધાયો

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વ્યારા પોલીસે ડીજે સાઉન્ડ સિસ્ટમ કબજે લઇ કાર્યવાહી કરી

વ્યારામાં અવારનવાર વિવિધ કોરોના બાબતે ગાઈડલાઇન આપવા છતાં કેટલાક લોકો નિયમોનું પાલન કરતા નથી. વ્યારા નગરમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગે પરમિશન વગર જાહેરનામાના નિયમ ભંગ કરીને ડીજે સિસ્ટમ લગાવી નાચ ગાન કરતા હોવાની જાણ વ્યારા પોલીસને થતા પોલીસએ આયોજક, ડીજે સંચાલક અને ડીજે ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો

કોરોના સંક્રમણને ધ્યાને લેતા સરકારે ગાઇડલાઇન બહાર પાડેલ છે. જેની અમલવારી માટે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડેલ છે, જે જાહેરનામા અંતર્ગત વ્યારા પીઆઇ રાકેશ પટેલએ લગ્ન દરમિયાન નિયમ તોડનાર 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી દીધો હતો.વ્યારાના વેગી ફળિયામાં જાહેરમાં સંતોષભાઇ દેવચંદભાઇ ભોઇએ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતુ.

તેમાં રાત્રે ડીજે બોલાવી નાચ ગાન ચાલુ કર્યું હતું. આ બાબતે પીઆઇ રાકેશ પટેલને જાણ થતાં સ્ટાફને મોકલાવી ચેક કરતા લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવ તેમજ માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ ન કરી જાહેરનામાનો ભંગ કરતા નજરે પડયા હતા, જેના પગલે પોલીસે કાર્યક્રમનું આયોજન કરનાર સંતોષભાઇ ભોઇ તથા ડી.જે. સંચાલક બળવંતભાઈ સુરતી, ઓપરેટર પ્રેમ રમેશભાઇ જાધવ સામે ગુનો દાખલ કરી ડી.જે. સાઉન્ડ સિસ્ટમને કબજે લીધુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો