તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોરૈયા પાસે 11 વર્ષની તરૂણી પર દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ

વ્યારા નગર નજીક આવેલા ગોરૈયા ફળિયામાં બે દિવસ અગાઉ 11 વર્ષની સગીરા સાથે બળજબરી કરી દુષ્કર્મ આચરનારા યુવકની પોલીસે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વ્યારા વિસ્તારમાં રહેતી ગત બે દિવસ અગાવ એક 11 વર્ષીય સગીરા ગત રોજ વ્યારા નગરના ગોરૈયા ફળિયામાં પસાર થઇ રહી હતી. તે દરમિયાન નજીક આવેલ નહેરની બાજુમાં આવેલા રસ્તા પર સગીરા પસાર એ વેળાએ ગોરૈયા ગામનો રહીશ મનીષભાઈ રાયસીંગભાઈ ગામીતે સગીરા નો પીછો કરી રહ્યો હતો, અને નહેરની બાજુમાં આવેલી નહેર ખાતાની બંગલી પાસે જબરજસ્તી સગીરાનો હાથ પકડી ખેંચી લઇને બંગલી માં લઈ ગયો હતો.

જ્યાં સગીરાને મરજી વિરુદ્ધ કપડાં કાઢી સગીરા સાથે દુષ્કર્મ કર્યો હતો જેને લઇને સગીરા ગભરાઈ ગઈ હતી સમગ્ર આપવીતી અંગે પરિવારજનોને જાણ કરી હતી. જેને લઇને પરિવારજનો દ્વારા વ્યારા પોલીસ મથકે આવી આરોપી મનીષ ગામીત પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધાવી દીધો હતો આ બનાવનો નોંધી સમગ્ર પ્રકરણની તપાસ વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલ એ હાથ ધરી છે.આજ રોજ દુષ્કર્મ કરનાર ગોરૈયાના મનીષ રાયસિંગ ગામીત (22) રહ ગોરૈયા ની અટક કરી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...