આક્ષેપ:ગાંગપુરમાં રસ્તો બન્યો નથી ત્યારે અન્ય સ્થળોના ફોટા મૂકી ભ્રષ્ટાચારના આરોપો

વ્યારા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડોલવણનાં ગાંગપુર ગામે નાણાપંચના કામમાંથી રસ્તો બન્યો ન હોવા અંગે અને ફોટા પણ અન્ય સ્થળોના મૂકી ભ્રષ્ટાચારના આરોપો થયા છે. - Divya Bhaskar
ડોલવણનાં ગાંગપુર ગામે નાણાપંચના કામમાંથી રસ્તો બન્યો ન હોવા અંગે અને ફોટા પણ અન્ય સ્થળોના મૂકી ભ્રષ્ટાચારના આરોપો થયા છે.
  • RTI કરતા નાણાં પંચની ગ્રાન્ટનાં મંજૂર કામનાં ફોટા અને સ્થળ પર કામ ન કર્યા હોવાના આક્ષેપો

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગાંગપુર ગામે નદી ફળિયામાં આંતરિક રસ્તાનું કામ તથા ભંડારી વાડમાં આંતરિક ડામર રસ્તાનું કામ 14માં નાણાપંચ 2017- 18ના વર્ષમાં રસ્તાના કામોમાં સ્થળ પર કામગીરી કરવામાં આવી નથી અને સ્થળના ફોટા અન્ય જગ્યાના હોવાના આક્ષેપો સાથે કસુરવારો સામે તપાસની માંગ કરતી અરજી કરવામાં આવી છે. ગાંગપુર ગામે નદી ફળિયામાં આંતરિક ડામર રસ્તાનું કામ રૂ. 60,000 તથા ભંડારીવાડમાં આંતરિક ડામર રસ્તાનું કામ રૂ.150000ના 14માં નાણાપંચના 2017 -18 વર્ષના આંતરિક ગામના રસ્તાઓ કરવામાં આવ્યા છે.

સદર કામગીરી અંગે તાલુકા વિકાસ અધિકારી ડોલવણને એક ફરિયાદ અરજ કરવામાં આવી છે. તેમાં અરજદારો દ્વારા આર.ટી.આઈ. કરતા તલાટી કમ મંત્રી ગાંગપુર પાસેથી મળેલ કામના કાગળોમાં ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે તે પોસ્ટ દ્વારા મંગાવ્યા નથી અને જે ટેન્ડર આવ્યા છે તે હાથો હાથ આપવામાં આવ્યા છે. ટેન્ડર ખોલવાની જે પ્રક્રિયા કરવામાં આવી છે, જેમાં સરપંચના સગા રમેશભાઈ છોટુભાઈ પટેલ, આશિષભાઈ મહેન્દ્રભાઈ તથા હિતેશભાઈ લલ્લુભાઈએ સરપંચના પતિના ખાસ મિત્ર થાય છે.

આ ત્રિપુટી તમામ ટેન્ડરોમાં તેમની ઉપસ્થિતિમાં ટેન્ડરો ખોલવામાં આવ્યા છે, જેઓ ગ્રામ પંચાયતના સભ્ય પણ નથી, જેમાં તેમની સહીઓ કરવામાં આવી છે. ઉપરોક્ત કામગીરી ગાંગપુર ગામે 2017-18ના કામો અંગેના જે ફોટા મૂકવામાં આવ્યા છે. તે ફોટા અન્ય સ્થળના છે. સ્થળ પર કામગીરી કરવામાં આવી નથી અને સ્થળ તપાસ કરવામાં આવે તો આ માર્ગનાં સ્થળ પર કામગીરી જ કરવામાં આવી નથી. સ્થળ તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.

ખરેખર કામો થયા નથી અને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવ્યું હોવાનું અરજદારોએ પોતાની અરજીમાં જણાવ્યું છે. આ અંગે ખાતાકીય તપાસ કરી કસુરવારો સામે કાયદેસરના પગલાં લઇ નાણાંની વસૂલાત સરપંચ, તલાટી કમ મંત્રી અને ઇજારદાર પાસે કરાવી તેમની સામે કાયદેસરના પગલાં લેવા લેખિતમાં અરજ તાલુકા વિકાસ અધિકારી ડોલવણને કરવામાં આવી છે. સ્થળ પર કામગીરી જ કરવામાં આવી ન હોવાના આક્ષેપ થયા છે.

અધિકારીઓના ફોન કવરેજ ક્ષેત્ર બહાર
ડોલવણના ટીડીઓ, એસ.ઓ. અને તલાટીનો સંપર્ક કરવા મોબાઈલ પર પ્રયત્ન કરતાં તલાટી કમ મંત્રી અને એસ ઓ.નો ફોન બંધ કે કવરેજની બહાર આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...