તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:બેડચીતની ગૌચર જમીનમાં માટી ખનન અને હાર્ડમોરમનું વેચાણ કર્યાના આક્ષેપો

માયપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાદવ કીચડના થાય તે હેતુથી હાર્ડમોરમની કામગીરી કરી - Divya Bhaskar
કાદવ કીચડના થાય તે હેતુથી હાર્ડમોરમની કામગીરી કરી
  • ડોલવણ તાલુકાના બેડચીત ગામે ખોદકામમાં સાગના રોપાનું કાઢી નાખતા લોકોમાં રોષ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બેડચીત ગામે સરકારી ગોચર જમીનનો સર્વે નંબર 175 માંથી ગેરકાયદેસર રીતે પૂર્વ પરવાનગી વિના માટી ઉલેચવાના આક્ષેપો સાથેની ફરિયાદ ઉચ્ચ સ્તરે કરવામાં આવી, જ્યારે તલાટીના કહેવા મુજબ ગામના આંતરિક રસ્તાઓ પર હાર્ડમોરમ નાખ્યા હોવાનું જણાવતા મામલો જિલ્લા કલેકટર અને ભૂસ્તર કચેરી પાસે મામલો પહોંચ્યો હતો.

ડોલવણ તાલુકાના ગામમાં ગૌચર જમીન કે જેનો સર્વે નંબર 175 માંથી માટી ખનન કરનારાઓ દ્વારા સાગી રોપાઓ કાપી નાખ્યા અંગેનો એક જાગૃત નાગરિક રાયસીંગભાઈ માનસિંગભાઈ ચૌધરી દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બેડચીત ગામમાં વન વિભાગ તરફથી સાગના ઝાડોનું રોપાણ ગૌચર જમીનમાં કરવામાં આવ્યું હતું.

તે જગ્યાએ માટી ખનન કરી સાગના ઝાડને જળ મૂળમાંથી કાઢી નાખી નિકંદન કાઢવામાં આવ્યા હોવાનું તથા ગેરકાયદેસર રીતે હાર્ડમોરમ તથા માટી ઉલેચવા ઉચ્ચસ્તરે રજૂઆત કરતાં જણાવ્યું છે કે, સરવે નંબર 175 ની જમીનમાં પશુઓના ઘાસચારા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યા ઉપર વનવિભાગ દ્વારા સાગના રોપા પણ રોપવામાં આવ્યા હતા, ગોચર જમીનમાંથી માટી અને હાર્ડમોરમનું ખોદકામ કરવા માટે પૂર્વ મંજૂરી લીધા વિના રાત દિવસ ખોદકામ કરવામાં આવ્યું છે, જેસીબી દ્વારા ગૌચર જમીનમાં માટી ઉલેચતા સાધનો દ્વારા રોપાઓ નાશ પામ્યા છે.

ગામમાંથી હાર્ડમોરમ અને માટીનું બેરોકટોક વેચાણ કરવામાં આવી હોવાનું અને જેમાં એક ટ્રેક્ટરના ફેરાના રૂપિયા 500ના ભાવે ગામમાં જ વેચાણ કરી પંચાયતના વહીવટ મનસ્વીપણે કર્યા હોવાનો જણાવ્યું છે, અંદાજીત 500થી વધુ ટ્રેક્ટરના ફેરા તથા વિના પરવાનગીએ માટી તથા હાર્ડમોરમ નાખવામાં આવ્યું છે અને આ માટી તથા હાર્ડમોરમ વેચી નાખ્યા હોવાનું અને સ્થળ તપાસ કરવા માટે અરજ કરવામાં આવી છે તથા કસુરવારો સામે પગલાં ભરવાની પણ માંગણી કરી છે.

બેડચીત ગામના તલાટી કમ મંત્રી વિપુલભાઈ વાવડીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની સિઝન આવનાર હોય પ્રધાન વાડી વિસ્તારમાં આંતરિક રસ્તાઓ પર કાદવ કીચડના થાય તે હેતુથી હાર્ડમોરમની કામગીરી કરવામાં આવી છે, 500 ટ્રેક્ટરના ફેરા વેચાણની વાત યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...