તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભ્રષ્ટાચાર:વ્યારા પાલિકામાં કચરો પ્રોસેસ કરતી કંપનીના ભાવ મુદ્દે ભ્રષ્ટાચારનો આક્ષેપ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગરપાલિકાના સામાન્ય સભા બાદ પ્રમુખના ચેમ્બરમાં સભ્ય નિમેષભાઈ અને વ્યારા પાલિકાના પ્રમુખ મહેરનોઝ જોખી વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી.
  • પાલિકાની સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીના જોરે કામોને બહાલી

વ્યારા નગર પાલિકાની સામાન્ય સભામાં વિરોધપક્ષે ત્રણ મુદ્દા બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી અને શાસકપક્ષ પર ભ્રષ્ટાચાર સહિત વિવિધ આક્ષેપો કર્યા હતા. જોકે, પાલિકા શાસકસભ્યોએ સભામાં વિરોધ પક્ષની પરવા કર્યા વગર વિવિધ કામોને બહુમતી સાથે બહાલી આપી પૂર્ણ જાહેર કરી હતી. લોકડાઉન દરમિયાન વિરોધ પક્ષની વારંવાર રજૂઆતને પગલે વ્યારા પાલિકા પ્રમુખ મહેરનોઝભાઇ જોખી તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં પાલિકાના ખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી.

શરૂઆતથી જ વિરોધપક્ષના નેતા નિરવભાઈ અધ્વર્યુ અને સભ્યો રાજેશભાઈ પટેલ, રાજુભાઈ પંચાલ, દિલીપભાઈ જાદવ નિમેષભાઈ સરભણીયા સહિત સભ્યોએ ઉગ્ર રજૂઆતો કરી હતી.જેમાં વ્યારા નગરપાલિકા દ્વારા જે ડમ્પિંગ સાઇટ પર કચરો પ્રોસેસ કરવાની કંપનીને 700 રૂપિયા પ્રતિ ટનનો ભાવ આપવામાં આવે છે જેની સામે બીજી નગરપાલિકામાં 350 રૂપિયા પ્રતિ ટનનો ભાવ છે. એટલે 700 રૂપિયા પ્રતિ ટનના હિસાબે પ્રતિદિવસ લેખે 14,000 રૂપિયા એક દિવસના અને એક મહિનાના 4.20 લાખ રૂપિયા પ્રમાણે એક વર્ષના 50.40 લાખ રૂપિયા થાય.

ખરેખર તો આનો ભાવ 350 રૂપિયા પ્રમાણે એક વર્ષના બિલના રૂપિયા 25 લાખ જેટલા જ થાય છે. તો બીજા 25 લાખ રૂપિયા કોના ખિસ્સામાં જવાના છે? આ બાબતે સવાલ કરતા સભામાં પ્રમુખ મહેરનોઝ જોખી એ યોગ્ય જવાબ ન આપી શકતા, આક્ષેપ સાથે વિપક્ષે ઉગ્ર વલણ અપનાવ્યું હતું. કોન્ટ્રાક્ટરની તરફદારી ન કરવા જણાવ્યું હતું એ પ્રમાણે ટીપી કમિટીની જે મિટિંગ થઈ એના જે ઠરાવો કર્યા છે. ટીપીમાંથી જમીનનું રિઝર્વેશન ઉઠાવી લેવાના નામે કેટલાય લોકોની જમીન છૂટી કરાવી દે એમ કરીને 5 કરોડ જેટલી માતબર રકમ આ લોકોએ નગરમાંથી ઉઘરાવી હોવાના આક્ષેપ કર્યા હતા.

આ ઉપરાંત પાલિકા દ્વારા કાનપુરા પાસેના પુલ પાસે રોડ બનાવાય રહ્યો છે અને ભુંગળા નાખવાનું કામ છે, એમાં કોન્ટ્રાક્ટરને ટેન્ડર મુજબ નક્કી થયેલી રકમ કરતા, 10 લાખ રૂપિયા વધારે આપી જે બાબતે ગત સભામાં ચર્ચા થયા મુજબ કાર્યવાહી થશે એવું આશ્વાસન આપવામાં આવ્યુ હતું, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં વિપક્ષના સભ્યોએ 10 લાખ રૂપિયાની રિકવરી કરવા માટેનો ઠરાવ કરવાનો મુદ્દો પકડી રાખતા ભાજપના તમામ સભ્યો ભ્રષ્ટાચારની બાબતે ખુલ્લા પડી ગયા હતા, અને સામાન્ય સભાના તમામ મુદ્દા સર્વાનુમતે મંજૂર કરીને સભામાંથી ભાગી ગયાનો વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો.

વ્યક્તિગત આક્ષેપ થતાં વિપક્ષના સભ્યએ પ્રમુખ પાસે ખુલાસો માંગ્યો
વ્યારા પાલિકાની સામાન્ય સભાના પ્રમુખ મેહરનોઝ જોખી દ્વારા સભામાં દલિત કોર્પોરેટર નિમેષ સરભોણીયા પર વ્યક્તિગત આક્ષેપો કરવા મુદ્દે નિમેશભાઈને ખોટું લાગી આવ્યું હતું. સાથે સભા પૂર્ણ થયા બાદ તરત જ પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં જઈને તમામ સભ્યોની હાજરીમાં પોતાના પર વ્યક્તિ ગત કરેલા આક્ષેપના ખુલાસો માગ્યો હતો એક તબક્કે પ્રમુખ મેહરનોઝ જોખી અને નિમેશભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વાત વધુ વણસે તે પહેલા વિરોધ પક્ષના સભ્યો દ્વારા નીમેષભાઈને ચેમ્બરની બહાર લઈ જતા મામલો થાળે પડ્યો હતો જોકે આ બાબતે નગરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

શાસકો કાયમ ચર્ચા વગર સભા પૂર્ણ થઈ કહી જતા રહે છેે
વ્યારા પાલિકાના શાસક પક્ષના હોદ્દેદારો પાલિકાની સભામાં કાયમ જ ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા કરવાની બદલે શાસક પક્ષ લોકો સામાન્ય સભા છોડીને ભાગી શા માટે જાય છે. એ સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય છે અને કોઈ મુદ્દાનો યોગ્ય જવાબ ન આપી શકતા નથી. > નીરવ અધર્વ્યુ, વિરોધ પક્ષ નેતા

સરકારના નિયમો પ્રમાણે ટેન્ડર બહાર પાડી કામ થાય છે
વિપક્ષના આક્ષેપો પાયાવિહોણા છે. સરકારના નિયમો પ્રમાણે ટેન્ડરો બહાર પડાય છે. ટીપી સ્કીમ પણ સરકારમાં મોકલી આપી છે. ડમ્પિંગ સાઇટની કામગીરી પણ નિયમોને અનુસાર કરાઈ રહી છે. વ્યારા પાલિકાના સ્વચ્છ વહીવટના કારણે એવોર્ડ પણ મેળવી રહી છે. > મેહરનોઝ જોખી, પ્રમુખ, વ્યારા નગર પાલિકા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો