ધોરણ 1થી 5ના શિક્ષણનો શુભારંભ:20 માસ બાદ શાળામાં બાળકોનો કલરવ સંભળાયો તાપી જિલ્લામાં પ્રથમ દિવસે 16 % બાળકો આવ્યા

વ્યારા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
20 મહિનાની બ્રેક બાદ ભૂલકાંઓ શાળામાં બગીચામાં ફૂલની જેમ ગોઠવાયાં - Divya Bhaskar
20 મહિનાની બ્રેક બાદ ભૂલકાંઓ શાળામાં બગીચામાં ફૂલની જેમ ગોઠવાયાં

તાપી જિલ્લામાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ સોમવારથી જિલ્લાની સરકારી તેમજ ખાનગી માધ્યમિક શાળાઓ બાદ સરકારની જાહેરાત મુજબ ધોરણ 1 થી 5ના બાળકોનો શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 20 મહિના બાદ ભૂલકાઓ માટે શાળા ખુલી હતી, જોકે તાપી જિલ્લામાં કોરોનાના દર્દીના પગલે પ્રથમ દિવસે 48 હજાર વિદ્યાર્થીઓની સંખ્યામાંથી માત્ર 7990 વિદ્યાર્થીઓ હાજર રહેતા, 16 ટકા હાજરી નોંધાઇ હતી. વાલીઓમાં પણ કોરોના કહેરનો બાળકો માટે ડરના કારણે પાંખી હાજરી નોંધાઇ હોવાનું માનવામાં આવે છે. જોકે એક સપ્તાહમાં બાળકોની સંખ્યામાં વધારો થઈ જશે.

શિક્ષણ વિભાગ ધોરણ 1 થી 5ના બાળકોને કોરોના ગાઇડલાઇન મુજબ શરૂ કરવાની સૂચના આપી દેવાતા સોમવારથી 1 થી 5 માં અભ્યાસ કરતા બાળકોનો શિક્ષણકાર્ય શરૂ કરાયો હતો. તાપી જિલ્લામાં આવેલી સાત તાલુકાની 798 પ્રાથમિક શાળામાં નોંધાયેલા 48,821 વિદ્યાર્થીઓ પૈકી 7990 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે શાળામાં હાજરી આપી હતી જેને 16 ટકા હાજરી શાળામાં નોંધાઇ હતી. શાળાઓ શરૂ થતા જ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયો હતો. આચાર્ય દ્વારા બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી બેઠક વ્યવસ્થા પ્રમાણે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરાવ્યો હતો ઓનલાઇન શિક્ષણ કાર્ય જેને લઇને પ્રથમ દિવસે પાંખી હાજરી શાળામાં નોંધાઇ હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓમાં સૂચના આપી કોરોના ગાઈડલાઇનનું પાલન સાથે શાળા શરૂ કરવાની જણાવ્યું હતું. 21 મહિના બાદ બાળકોનો કલરવ સંભળાયો કોરોના મહામારીને કારણે શિક્ષણ વિભાગ પર ગંભીર અસર પડી હતી. છેલ્લા 20 મહિનાથી ધોરણ 1 થી 5 નો ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ હતું. બાળકો ઘરેથી ઓનલાઈન અભ્યાસ કરતા હતા શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપી દેવાતા સોમવારથી શાળાઓ નાના ભૂલકાં માટે બાળકોના કલરવથી શાળાઓ ગુજી હતી.

ટુંક સમયમાં જ મહત્તમ બાળકો શાળાએ આવતા થશે
તાપી જિલ્લાના ધોરણ 1 થી 5 ની શાળાઓ આજથી શરૂ કરી દેવાઇ છે. વાલીઓ શાળાના પ્રથમ દિવસે આવ્યા છે. અને સંમતિપત્ર પણ આપી રહ્યા છે. શાળામાં વ્યવસ્થા જોઈને ટૂંકમાં બાળકોને અભ્યાસ માટે મોકલશે. આવનારા દિવસોમાં સો ટકા વિદ્યાર્થીઓ સાથે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરી દેવાશે. > કેતન શાહ, તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ

કોરોનાને લીધે થોડો ડર લાગે છે
નાના બાળકો હોય કોરોનાનો કહેર એકદમ બંધ થયો નથી જેથી શાળા મોકલવા થોડો ડર અનુભવી રહ્યો છે .જોકે તેમના ભવિષ્યને ધ્યાને રાખીને બાળકોને અભ્યાસ કરવા મોકલીશું. > રાજુભાઈ, વાલી, વ્યારા

20 મહિનાની બ્રેક બાદ ભૂલકાંઓ શાળામાં બગીચામાં ફૂલની જેમ ગોઠવાયાં
​​​​​​​20 મહિના અને 5 દિવસ પછી સ્કૂલ ચાલુ થઇ છે. ત્યારે બધા ફૂલ જેવા બાળકો બગીચામાં ગોઠવાય ગયાં છે, શાળા નું વાતાવરણ લાંબા સમય પછી ઉષ્મા ભર્યું નજરે પડ્યું છે. વ્યારા નગરીની શાળા ઉપરાંત માંડવીના વદેશીયાની શાળામાં બાળકોને ચોકલેટ-બિસ્કીટ આપીને આવકાર આપ્યો હતો. નવા સત્ર નિયમીત ચાલે અને covid-19 નાં નિયમોનું પાલન કરી ને અભ્યાસ આગળ વધારે એવા સૂચનો કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...