તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપી જિલ્લામાં સંક્રમણ ઘટ્યું:1 મહિના બાદ કેસ ઘટીને ફરીથી 15 પર પહોંચ્યા

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે નવા 15 કેસ સામે 7 દર્દી રિકવર, બેડકૂવાના આધેડનું મોત

તાપી જિલ્લામાં કોરોના ની બીજી લહેરમાં રોકેટ ગતિએ કેસમાં વધારો લોકોના મૃત્યુ માં વધારો થતાં જિલ્લામાં ભયનો માહોલ ફેલાયો હતો તેવા સમયે છેલ્લા ત્રણ દિવસથી તાપી જિલ્લામાં કોરોના ના કેસ માં ઘટાડો થવાની સાથે સારવાર પહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લા માટે એક સારા સમાચાર બની ગયા હતા સોમવારે જિલ્લામાં નવા 15 કેસ નોંધાયા હતા જેની સામે પણ સાત વ્યક્તિઓને સારવાર બાદ રજા અપાઇ હતી તેમજ વ્યારાના બેડકુવાનજીક ખાતે રહેતા 53 વર્ષીય ઈસમનું મોત નોંધાયું હતું.

સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લા માં કાળમુખી કોરોનાએ જેવી રીતે હાહાકાર મચાવ્યો છે. જો કે તાપી જિલ્લામાં કોરોનાના આંકડા તરફ નજર કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. શનિવારે જિલ્લામાં 42, રવિવારે 47 અને સોમવારે માત્ર 15 જ કેસ નોંધાયા છે. જેમાં વાલોડમાં 03 વ્યારામાં 04 , ડોલવણમાં 02, સોનગઢમાં 02 , ઉચ્છલમાં 00, નિઝરમાં 01 અને કુકરમુંડામાં 03 કેસો નોંધાયા છે. તાપી જિલ્લા માં કુલ કોરોના કેસો ની સંખ્યા 3100 પર પોહચી છે.તાપી જિલ્લામાં જેવી રીતે કોરોનાના કેસો વધી રહ્યા હતા તેને નિયંત્રિત કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું.

કોરોનાની બીજી જોખમી લહેર બાદ કોરોના કેસોમાં છેલ્લા ત્રણ દિવસોમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો છે અને રવિવારે સામે આવેલ 47 કેસ બાદ આજે માત્ર 15 જ કેસ નોંધાતા તાપીવાસીઓએ હાશકારો અનુભવ્યો છે.સોમવારે જિલ્લા માં 68 વ્યક્તિઓ ને સારવાર બાદ રજા અપાઈ છે.જિલ્લા માં હાલ 776 કેસો એક્ટિવ છે.કોરોના ના કારણે વધુ એક મોત નીપજ્યું હતું. કુલ 138 વ્યક્તિ ના મોત નોંધાઈ ચુક્યા છે .

અન્ય સમાચારો પણ છે...