તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી કરવી જરૂરી:તાપી જિલ્લામાં 6 મહિનાથી શિક્ષણનો વહીવટ ઈન્ચાર્જ અધિકારીઓના ભરોસે

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં શિક્ષણ સુવિધા વધુ મજબૂત થાય એ દિશામાં કામગીરી કરવી જરૂરી

તાપી જિલ્લામાં છેલ્લા છ મહિનાથી શિક્ષણ અધિકારી અને તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ઉપર કાયમી અધિકારીની નિમણૂંક ન કરાવી તેનો ચાર્જ આપી ગાડું ગબડાવી રાખતા જેને પગલે તાપી જિલ્લાના શિક્ષણ પર અસર પડી રહી છે. તાપી જિલ્લામાં બંને મહત્વના હોદ્દાઓ પર કાયમી અધિકારીની નિમણૂંક કરાવી દેવાય અને જિલ્લામાં શિક્ષણ સુવિધા વધુ મજબૂત થાય એ દિશામાં કામગીરી કરવી જરૂરી છે. આદિવાસી વિસ્તાર ગણાતા તાપી જિલ્લામાં છ મહિનાથી ઇનચાર્જ અધિકારીઓથી કામગીરી ચલાવવાની પગલે વાલીઓમાં રોષ વ્યાપી રહ્યો છે.

તાપી જિલ્લોએ આદિવાસી વિસ્તાર છે. જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર કુકરમુંડા અને ડોલવણ મળી 7 તાલુકા આવેલા છે. આ વિસ્તાર પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી અંદાજિત 1.50 લાખ બાળકો અભ્યાસ કરે છે. આ વિસ્તારમાં શિક્ષણની ખૂબ જરૂરિયાત છે આવા સમયે તાપી જિલ્લામાં શિક્ષણના બે મહત્વના હોદ્દા પરના અધિકારીઓને કાયમી નિમણૂક ના આપી ઇન્ચાર્જથી ગાડું ગબડાવી રહ્યા છે.

તાપી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે છ મહિના અગાઉ ઇન્ચાર્જ અધિકારી તરીકે બી .એમ. પટેલ કામગીરી સંભાળતા હતા, જેઓ લાંચ પ્રકરણમાં સસ્પેન્ડ તેમની જગ્યા ખાલી પડી હતી. જ્યાં હાલ નવસારી શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા રોહિતભાઈ ચૌધરીને તાપી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ઇન્ચાર્જ તરીકે દેવાયો છે, જ્યારે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે બી.એમ.પટેલ રેગ્યુલર હતા, જેઓ લાંચ લેવામાં પકડાઈ જવાના કારણે ત્યાંથી ફરજ મુક્ત થયા હતા અને તેમના સ્થાને છેલ્લા છ મહિનાથી સુરત જિલ્લાના શિક્ષણ અધિકારી ડો દીપકભાઈ આર દરજીને ચાર્જ સંભાળી કામગીરી કરે છે.

તાપી જિલ્લામાં છેલ્લા છ મહિનાથી શિક્ષણ જેવા મહત્વના હોદ્દાઓ ઇન્ચાર્જ અધિકારીઓને આપી દેવાયા છે. જે અધિકારીઓ અન્ય જિલ્લામાં રેગ્યુલર હોય જેની તાપી જિલ્લામાં અમુક દિવસ કામકાજ માટે આવી શકતા હોય છે. તાપી આદિવાસી વિસ્તાર હોય શિક્ષણ બાબતે સજાગતા રાખવી જરૂરી છે.

જિલ્લામાં ઇન્ચાર્જ શિક્ષણ અધિકારીઓ વધારે સમય ફાળવી શકતા નથી
ઇન્ચાર્જ અધિકારીઓ પાસે અન્ય જિલ્લાના પણ ચાર્જ હોવાને કારણે તેઓ અન્ય જિલ્લાની જવાબદારીઓ હોવાને કારણે તાપીમાં વધારે સમય ફાળવી શકતા નથી. હાલ ઓનલાઈન શિક્ષણની કામગીરી ચાલુ રહી છે. તેવા સમયે જિલ્લામાં કાયમી અધિકારીઓની નિમણૂંક હોય તો વિવિધ સ્થળે વિઝીટ કરી શકે અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરી શકે તે શૈક્ષણિક કામગીરી ઝડપથી નિર્ણય લઈ શકાય એ માટે કાયમી અધિકારીની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...