તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યારા નગરમાં રહેતા એક યુવકે ગત વર્ષ 2018માં ઘરમાં સાંજે એકલો હતો, તે સમયે ઘરે સાડીના કામકાજ માટે સગીરાને હાથ પકડી તેને ચુંબન કરી દેતા ગભરાયેલી સગીરા એ પરિવારજનોને કેહતા પરિવાર વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વ્યારા પોલીસે યુવકની અટક કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ કેસ વ્યારાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજની કોર્ટમાં ચાલતા નામદાર જજ દ્વારા આરોપીને પોકસો એકટ હેઠળ 4 વર્ષની સખત કેદની સજા અને 1.50 લાખનો દંડ કરાયો હતો.
વ્યારા નગરમાં રહેતો કલ્પેશભાઈ ડાહ્યાભાઈ કાટેકરના ઘરે સાડીના ભરત કામ ચાલે છે. તારીખ 10.04.2018માં યુવક એકલો હતો, તે દરમિયાન એક સગીરા સાડીના ભરતકામ માટે આવી હતી, તે દરમિયાન કલ્પેશના મનમાં વાસનાનો કીડો સળવળતા તે ઘરે આવેલી સગીરાને હાથ પકડી તેને ચુંબન કરી દીધું હતું.
સાથે યુવકે તેને પૂછ્યું બો મીઠું લાગ્યું ને જોકે સગીરા ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગીને ઘરે પરિવારજનોને આપવીતી સંભળાવી હતી. સગીરા સાથે થયેલી છેડતીના પગલે પરિવારજનોએ વ્યારા પોલીસ મથકે પહોચી અને યુવક કલ્પેશ ડાહ્યાભાઈ કાટેકર પોક્સો એક્ટની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી અને યુવકની અટક કરી હતી, જે કેસ કમિટ થઈને વ્યારા ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેસન્જ જજ સાહેબની કોર્ટમાં આવ્યો હતો.
જેમાં સરકારી વકીલ સમીરભાઈ પંચોલી દ્વારા કરાયેલી દલીલો અને પુરતા પુરાવાઓને ધ્યાને રાખીને નામદાર જજ વી. એ. બુદ્ધ ( સ્પેશિયલ જજ પોસ્કો ) એ આરોપી યુવક કલ્પેશભાઈ ડાહ્યાભાઈ કાટેકરને 354 ની કલમ મુજબ એક વર્ષની સખત કેદની સજા અને 75 હજાર રૂપિયા દંડ જ્યારે પોકસ્કો એક્ટની કલમમાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને 75 હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો અને દંડની રકમ ન ચૂકવે તો વધુ એક વર્ષની સખત કેદની સજા કરતો હુકમ કર્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.