તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામની સીમમાં રોડ પર શેરડી ભરેલું ટ્રેક્ટર ઊભું રહ્યું હતું. તે દરમિયાન ટ્રેક્ટરના પાછળના ભાગે ટેલર સાથે બાઇક પર આવતો એક 28 વર્ષીય યુવક અથડાતા માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નીપજયું હતું. મોટરસાયકલ અથડાવાના સાથે જ સળગી જતાં યુવક પણ સળગી ગયો હતો. ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામની સીમમાં આવેલા પટેલ ફળિયા નજીક વ્યારાથી ઉનાઈ જતા રસ્તા ઉપર ગત રાત્રિ દરમિયાન મહિન્દ્રા ટ્રેક્ટર નંબર gj19 af 7321ના ચાલક શેરડી ભરીને પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રેક્ટરમાં ડીઝલ પૂરું થતા ચાલકે ટ્રેક્ટર રોડની સાઈડ પર ઊભું રાખ્યું હતું. જે દરમિયાન શિવાનંદભાઈ અતુલભાઇ ગામીત (28) ( મૂળ જેસીંગપુરા અને હાલ બારતાડ) ગામે સંબંધીને ત્યાં રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો. પોતાની બાઇક નંબર (GJ.26. 9910) લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અંધારામાં ઉભી રહેલા ટ્રેક્ટર અને ટેલર નજરે ન પડતા યુવક પાછળના ભાગે મોટરસાયકલ સાથે ધડકાભેર અથડાયો હતો. યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
લોકો મદદ કરે તે પહેલાં આગ વકરી
મોટરસાયકલ ધડાકાભેર અથડાઈ જવાના કારણે ગણતરીના સમયમાં જ બાઇકમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી તીવ્ર બની ગઈ હતી કે લોકો ઇજાગસ્ત યુવકની મદદ કરે તે પહેલા જ યુવક અને બાઇક આગની ઝપેટમાં આવી ગયા હતાં.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.