તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા બોરકુવા ગામમાં આદર્શ આશ્રમ શાળાના આચાર્ય અન્ય એક કર્મચારી પાસેથી વિવિધ કામો કરાવવા બદલ 20 હજારની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તાપી જિલ્લામાં ફરી એકવાર શૈક્ષણિક સમાજ માટે લાંછનરૂપ કિસ્સો બની ગયો હતો. સોનગઢ તાલુકામાં આદર્શ આશ્રમ શાળા બોરકુવામાં દમયંતીબેન માનજીભાઈ ચૌહાણ આચાર્યા (વર્ગ 3)તરીકે કાર્યરત છે. શાળાના અન્ય એક કર્મચારીને આચાર્યા હસ્તકનો એક કામ પડ્યું હતું, જેને લઇને આચાર્યા દમયંતીબેનએ લાંચ માગી હતી.
કર્મચારી પાસે સાતમા અને પાંચમા પગારપંચના સ્ટિકર મેળવી અને ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલ તૈયાર કરાવી અને સર્વિસબુક સ્કેન કરવા માટે 20000 રૂપિયાની લાંચ માગી હતી. બીજી તરફ કર્મચારીએ લાંચ આપવાની મંજૂર ન હોય. તાપી જિલ્લા એસીબી અધિકારી એસ. એસ. ચૌધરીને જાણ કરી હતી. જેમણે લાંચિયા આચાર્યને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. બુધવારના બપોરે વ્યારા ઉનાઇ રોડ પર પાણીની ટાંકી પાસે આચાર્ય દમયંતીબેન 20,000 રૂપિયા સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
મહિલા આચાર્યની 13 વર્ષની નોકરી બાકી
બોરકુવા આશ્રમશાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દમયંતીબેન માનજીભાઇ ચૌહાણ અંદાજિત 33 વર્ષથી શાળામાં ફરજ બજાવે છે હાલ તેમને નોકરીના અંદાજે 13 વર્ષ બાકી રહ્યા છે તેમનો માસિક પગાર 42 હજાર સુધી હોવા છતાં 20 હજારની લાંચ લેતા પકડાયા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.