તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:આંબોલી પાસે હાઈવે પરથી ક્રૂરતા પૂર્વક 71 પાડા ભરેલી ટ્રક પકડાઇ, ગૌરક્ષકોને શંકા જતા તપાસ કરતાં પાડા મળી આવ્યા

નવાગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કામરેજ તાલુકાના આંબોલી ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પરથી ગૌરક્ષકોએ રાજસ્થાન પાર્સિંગની 71 પાડા ભરેલી ટ્રક ઝડપી પોલીસને હવાલે કરી છે. 71 પાડાની કિંમત 2.13 લાખ રૂપિયા તથા ટ્રક મળી કુલે 7.13 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અમદાવાદથી મુંબઈ જતાં હાઈવે નં 48 પર આંબોલી ગામની સીમમાંથી 4 ડિસેમ્બરે સવારે ગૌરક્ષકોએ રાજસ્થાન પાર્સિંગની ટ્રક નં (RJ-22QA-5217)ને અટકાવી તપાસ કરતાં ખીચોખીચ ભરેલા 71 નાના પડા એક બીજા સાથે બાંધેલા મળી આવ્યા હતાં. જે અંગેની જાણ કામરેજ પોલીસને ગૌરક્ષકોએ કરી હતી.

ગૌરક્ષકોએ ટ્રકને ઝડપી લેતા ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થયો હતો. જ્યારે ક્લીનરને પકડી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં નામ લીયાકત અલી અબ્દુલ સત્તાર કુરેશી (રાજસ્થાન) તેમજ ડ્રાઈવરનું નામ અસ્લમ ખાન શોકતઅલી સિપાઈ (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાંથી કબજે લેવાયેલા એક પાડાની કિંમત 3000 લેખે 71 પાડાની કિંમત 2,13,000 તથા ટ્રકની કિંમત 5 લાખ મળી કુેલ 7,13,000નો મુદ્દામાલ કબજે લઈ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો