તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:તાપી જિલ્લામાં 4445 રસી સાથે કુલ 61121 લોકોને રસીકરણ કરાયું

વ્યારા15 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લાના સાત તાલુકામાં વિવિધ સ્થળોએ કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો, ગામ પંચાયત સદસ્યો તથા ગામના નાગરિકો મળી બહોળી સંખ્યામાં ભાગ લઇ રસીકરણ કેમ્પને સફળ બનવતા આજના દિવસે 4445 વ્યક્તિઓ રસી મુકવાની સાથે જિલ્લામાં કુલ 61121 વ્યક્તિઓને રસીકરણ કરાયું છે.

ડોલવાણ ખાતે કેમ્પમાં રસીકરણ પહેલા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા દ્વારા સભ્યોના રસીકરણ અંગેના સંશયોને દૂર કરીને જાહેર જનતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વધુમાં ડોલવણ વિસ્તારના લોકો રસીકરણનો મહત્તમ લાભ લે તે માટે પ્રયત્ન કરવા અપીલ કરવામાં આવી .

તાપી જિલ્લામાં આજરોજ વ્યારા ડોલવાણ વાલોડ સોનગઢ ઉચ્છલ નિઝર તેમજ વ્યારા અર્બન અને સોનગઢ અર્બન અને તાપી ડીસ્ટ્રીક અર્બન માં વિવિધ સ્થળોએ કોરોના પ્રતિરોધક રસીકરણના કેમ્પો આયોજન કર્યા હતા જેમાં 1 એપ્રિલના રોજ 4445 વ્યક્તિઓ કોરોનાના ડોઝ લીધા હતા. જિલ્લામાં આજદિન સુધી આરોગ્ય વિભાગ દ્વારા 61121 વ્યક્તિઓને કોરોના રસી મૂકી દેવાય છે.

તાપી જિલ્લામાં ગુરુવારે 5 કેસ
ગુરૂવારના રોજ નવા પાંચ કેસ ઉમેરાયા છે. કુલ કેસો 1023 થયા જેમાં 33 કેસો એક્ટિવ છે અને રજા આપેલ દર્દીઓ 4 છે. આજે 33 વર્ષિય મહિલા, ધામોદલા, તા.વાલોડ, 51 વર્ષિય મહિલા, ગોલવાડ, વ્યારા, 44 વર્ષિય મહિલા, મુસ્લીમ ફળિયું, સોનગઢ, 50 વર્ષિય પુરુષ, ભટવાડા, સોનગઢ, 35 વર્ષિય પુરુષ, રુમકિતળાવ, નિઝર નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો