આયોજન:તાપીમાં 24 નવેમ્બરે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ યોજાશે

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં નવેમ્બર-2021નો તાલુકા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.24/11/2021ના રોજ સવારે 11 કલાકે યોજાશે. જેમાં વ્યારા તાલુકાનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવણિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે સવારે-11 કલાકે યોજાશે.

સોનગઢ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, ઉચ્છલ-પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, ડોલવણ તાલુકામાં પ્રાયોજના વહીવટદાર વી.જી.પટેલના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, નિઝર તાલુકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.જે.નિનામાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, વાલોડમાં વ્યારા પ્રાંત અધિકારી હિતશ જોશીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ અને કુકરમુંડામાં નિઝર પ્રાંત મેહુલ દેસાઇના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં અરજદારો પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યઓ/પ્રશ્નોની અરજીઓ આગામી 15 નવેમ્બર 2021 સુધીમાં તાલુકા મામલતદારીને મોકલવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...