તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડોલવણ પાસે સ્પેશિયલ ઓપરેશન ટીમે ટ્રકમાંથી 5 લાખનો દારૂ પકડ્યો

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લાના ડોલવણ ગામ નજીકથી સુરત રેન્જ આઈ.જી.ની સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે એક ટ્રકમાં ચોર ખાનામાં સંતાડીને લઈ જવા તો 5.44 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી.સુરત રેન્જની ઓપરેશન ગૃપની ટીમ મંગળવારના રોજ તાપી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે. બાતમી. મળી હતી કે આ વિસ્તારમાંથી એક ટ્રક દારૂ ભરીને પસાર થવાની છે જે આધારે ડોલવાણ નજીક ઓપરેશન ટીમ દ્વારા નાકાબંધી કરી હતી.

બાતમી મુજબની ટ્રક પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી. શરૂઆતમાં પોલીસને દારૂ મળ્યો ન હતોપરંતુ ટ્રકની અંદર બનાવેલા ચોરખાનામાં દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 197 બોક્સમાં 5.44 લાખનો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વાલોડના બાજીપુરા લઈ જવાય રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ તપાસ બાદ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો