તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:તાપીમાં નવા 3 પોઝિટિવ એક મહિલાએ જીવ ખોયો

વ્યારા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં મંગળવારે કોરોના પોઝિટિવના માત્ર 3 કેસ નોંધાયા છે, જ્યારે 11 દર્દીઓ કોરોના મુક્ત થતાં રજા આપવામાં આવી છે. હાલ 45 દર્દી સારવાર લઈ રહ્યા છે.તાપી જિલ્લાના સોનગઢના ડોસવાડા ગામના ગાયવાડા ફળીયામાં 33 વર્ષીય પુરુષ, નિઝરના વાંકામાં 88 વર્ષીય પુરુષ અને 45 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 3845 કેસ નોંધાઈ ચુક્યા છે.

અત્યાર સુધી કુલ 3677 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 814 સેમ્પલ લેવામાં આવ્યા છે. વાલોડ તાલુકાના રાનવેરી ગામની 50 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ 154 દર્દીના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...