તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવર્ણ તક:5થી 22 ઓગસ્ટ ગોધરામાં લશ્કરી ભરતી મેળો યોજાશે

બારડોલી, વ્યારા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ લશ્કરી ભરતી કચેરી દ્વારા ગુજરાતનાં 20 જિલ્લાઓ અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો માટે આગામી તા.05 થી 22 ઓગસ્ટ દરમિયાન ગોધરા સ્થિત કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે લશ્કરી ભરતી યોજાશે. લશ્કરની વિવિધ સાત કેટેગરીમાં યોજાનાર રેલીમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટ્રેડસમેન, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર નર્સિંગ આસિ., નર્સિંગ વેટરનરી અને સોલ્જર ક્લાર્ક, સ્ટોરકીપર, ટેક્નિકલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.20 જુલાઇ સુધી ઓનલાઇન www.joinindianarmy.nic.in અરજી કરી શકાશે

ભરતીમાં ભાગ લઈ શકશે
ધો.8 પાસથી ધો.12, ડિપ્લોમા, ડિગ્રીધારક અપરિણિત યુવાનો વિવિધ જગ્યાઓને અનુરૂપ વયમર્યાદાને ધ્યાને રાખી આર્મી ભરતીમાં ભાગ લઇ શકશે.

ભાગ લેનાર જિલ્લાઓ
ભરતીમાં સુરત, તાપી , વલસાડ, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, પંચમહાલ, આણંદ, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, છોટાઉદેપુર, ભરૂચ, ખેડા, દાહોદ, દમણ, દાદરા અને નગર હવેલીનો જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...