તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પગપાળા જતાં ડોલવણના આધેડનું વાહન અડફેટે મોત

વ્યારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા ઉનાઈ રોડ પર ડોલવણ ગામની સીમમાં પગપાળા જઈ રહેલા એક વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારતા વ્યક્તિને મારા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

વ્યારા તાલુકાના ડોલવણ ગામની સીમમાં જુના પટેલ ફળિયા ખાતે નવીનભાઈ રમણભાઈ ચૌધરી (55) રહે છે. ગત રોજ તેઓ વ્યારા-ઉનાઇ રોડ પર ગેલેક્સી કોમ્પલેક્ષ નજીક તેઓ ચાલતા જઈ રહ્યા હતા.તે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી દેતા નવીનભાઈ રોડ પર પડ્યા હતા જે દરમિયાન તેમણે માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.જે બનાવ અંગે પીએસઆઇ વી.આર.વસાવા ને જાણ કરતા ડોલવણ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે ગયા હતા, અને અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...