સૈનિકને સન્માન:17 વર્ષ રાષ્ટ્રની રક્ષા કરી પરત ફરેલા જવાનનું ભવ્ય સ્વાગત

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાનપુરામાં નિવૃત થઇ પરત આવેલા આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું. - Divya Bhaskar
કાનપુરામાં નિવૃત થઇ પરત આવેલા આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું.
  • વ્યારામાં નિવૃત થઇ પરત આવેલા આર્મીના જવાનને ઉમળકા ભેર આવકાર

મા ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા 17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા તાપી જિલ્લાના વ્યારાના કાનપુર વિસ્તારમાં કિશોરભાઈ પ્રજાપતિ વ્યારા પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહ સ્વાગત કર્યું દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. નિવૃત્ત આ જવાન માદરે વતન વ્યારા આવી પહોંચતા તેમને ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

વ્યારા નગરમાં રહેતા અને આર્મીમાં ફરજ બજવતા આર્મી જવાન કિશોરભાઈ પ્રજાપતિએ 17 વર્ષ ફરજ બજાવી સેવા માં નિવૃત થયા હતા. નિવૃત્તિ પછી નું જીવન પરિવાર સાથે વિતાવવા વ્યારા આવ્યા હતા. વ્યારામાં નિવૃત્ત આર્મી જવાન કિશોરભાઈ પ્રજાપતીનું ભવ્ય સ્વાગત વ્યારા ગ્રામજનો અને આગેવાનોએ ફૂલહાર કરીને અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. તેમની દેશ સેવાઓને બિરદાવી હતી, અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગમાં સમગ્ર કાનપુરા હિલોળે ચડ્યું હતુ. ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

નિવૃત્ત આર્મી જવાન કિશોર પ્રજાપતિ સ્વાગત સમારોહ પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું આ જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને સેવામાં જોડાવા આહવાન કરું છુ. આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું ભવ્ય સવાગતસન્માન કર્યું તે માટે આગેવાનો યુવાનો સૌ ગ્રામજનોનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...