તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vyara
 • A Further 14 Cases Were Reported In Tapi District On Wednesday, With 11 More Patients Recovering And A Total Of 310 Patients Discharged.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:તાપી જિલ્લામાં કોરોના વકર્યો બુધવારે વધુ 14 કેસ નોંધાયા, વધુ 11 દર્દીઓ સાજા થયા, કુલ 310 દર્દીઓ ડીસ્ચાર્જ થયા

વ્યારા8 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

તાપી જિલ્લામાં દિવસે ને દિવસે વકરી રહેલો કોરોના આજે પણ જિલ્લામાં 14 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. વ્યારા નગરમાં 6,વાલોડ તાલુકામાં 2, ઉચ્છલ તાલુકામા 5, સોનગઢ નગરમાં 1 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા.તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ આંક 430 પર પોહચ્યો.હાલ જિલ્લામાં 97 એક્ટીવ કેસ.જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક 25 પર પોહચ્યો.આજે કોરોના 11 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

તાપી જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 14 કોરોના સંક્રમિતના કેસ સામે આવ્યા છે. જેમાં વ્યારામાં 6 કેસ, વાલોડમાં 2 કેસ, સોનગઢમાં 1 કેસ, ઉચ્છલમાં 5 કેસ મળી કુલ 14 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 430 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 26 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 11 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 310 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ
31 વર્ષિય પુરુષ,નવુ ભક્તા ફળિયું,સ્યાદલા-વાલોડ ,72 વર્ષિય પુરુષ,વાડી ફળિયું,બુહારી-વાલોડ ,48 વર્ષિય મહિલા,ઠક્કર ચેમ્બર્સ,કોલેજ રોડ-વ્યારા ,57 વર્ષિય મહિલા,ફડકે નિવાસ-વ્યારા ,65 વર્ષિય મહિલા,ગાયત્રી મંદિર નજીક-વ્યારા ,35 વર્ષિય પુરુષ,શિવશક્તિ પાર્ક સોસાયટી,મુસા-વ્યારા ,59 વર્ષિય મહિલા, સર્જન રેસીડેન્સી,મુસા રોડ-વ્યારા ,28 વર્ષિય મહિલા,ચીકાર ફળિયુ,સેલુડ-ઉચ્છલ ,30 વર્ષિય પુરુષ,ચીકાર ફળિયુ,સેલુડ-ઉચ્છલ ,36 વર્ષિય પુરુષ,તુલસીપાર્ક,ચીખલી રોડ-વ્યારા ,18 વર્ષિય મહિલા,પારેખ ફળિયુ-સોનગઢ ,30 વર્ષિય મહિલા,ભડભુંજા-ઉચ્છલ ,18 વર્ષિય મહિલા,થુંટી-ઉચ્છલ ,20 વર્ષિય મહિલા, થુંટી-ઉચ્છલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો