છેતરપિંડી:ખાનપુરના ખેડૂતે એક જ જમીન 4 જણાને વેચી છેતરપિંડી આચરી

નવાગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનારે નાણા પરત માંગતા પરિવારને મારી નાંખવાની ધમકી

ખાનપુર ગામનાં ખેડૂતેે એક જ જમીન ચાર જણાને વેચી જમીન વેચી નાણા લીધા બાદ ખેડુત ખાતેદાર મટી જવાના બહાનેે 7/12 માંં એન્ટી નહીં પડવા દઇ બે વખત દસ્તાવેજ તથા બેે વખત પાવર ઓફ એટર્નીથી જમીન વેચી વેચાણ રાખનારે નાણાં માંગતાં પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી.કામરેજ પોલીસ મથકે જમીનનાં મુળ માલિક ખાનપુર ગામના જિતેન્દ્રસિંહ ફતેસિંહ ચૌહાણ તથા અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કામરેજ પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત એલ એચ રોડ ગાંધી વિહાર સોસાયટીમાં રહેતા અનેે મહાબળેશ્વર ખાતે બાપા સીતારામ હોટલ ચલાવતા યશવંતભાઇ છગનભાઇ સાવલિયાએ પોતાનાં મિત્ર મારફતેે ખાનપુર ગામનાં જમીન દલાલ ઇશ્વરસિંહ ઉર્ફે બચુકાકાં છીતુભાઇ ચૌહાણ મારફતે ખાનપુર ગામની બ્લોક નં 211 વાળી 7 વીઘા જમીન કિંમત 3,76,000રૂપિયા નક્કી કરી વિષ 2008માં જિતેન્દ્રસિંહ ફતેસિંહ વાંસિયા પાસેથી રાખી હતી. વર્ષ તથા ચેકથી પેમેન્ટ કર્યા બાદ તા 5-4-2008ના રોજ કામરેજ સબ રજીસ્ટાર કચેરીમાં રજી. દસ્તાવેજ નં 2369 કરી આપ્યો હતો.

અને જણાવ્યું હતું કે હાલ 7/12માં તમારુ નામ નોંધાવી દઈશ તો ખાતેદારમાંથી નીકળી જઇશ. હું ગામમાં બીજી જમીન ખરીદી લઉં ત્યારબાદ તમે કાચી નોંધથી લઇનેે પ્રમાણિત કરવા સુધીની કાર્યવાહી કરાવી આપીશ. જેથી સંમતિ આપી હતી. યશવંત સાવલિયાને ધંધાનાં કામેે બહાર જવાનું થતું હોય જમીન ખેડી શકેે એમ ન હોય. વાર્ષિક 11000રૂ.નાં ગણોતેે જિતેન્દ્રસિંહને જમીન ખેડવા આપી હતી, જેનું ગણોત 2013 સુધી રાબેતા મુજબ ચુકવ્યું હતું. અને 7/12માં નોંધ કરાવવાનું કહેતા ગલ્લા તલ્લાકયાઁ હતા. જેથી છેતરપીંડી થઇ હોવાનો શક જતાં કામરેજ મામલતદાર કચેરીમાંથી 7/12 કઢાવી હતી.

તેમાં અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા (રહે. બગુમરા તા પલસાણા)નાં નામની નોંધ થયેલી હતી. જે બાબતેે જમીન દલાલ બચુકાકાને સાથે રાખી જિતેન્દ્રસિંહ અને અશોકસિંહને અમારી જમીનમાં તમારી નોંધ કેમ પુંછતા બંને એ થોડા દિવસ રાહ જુઓ અમે તમને કોઇ રસ્તો કાઢી આપીશું.સમય જતાં યશવંત સાવલિતાનાં નામની જમીનમાં નોંધ ન પડતા ખાનપુર ગામે જઇ આ બાબતેે પુંછતા જિતેન્દ્રસિંહ અને અશોકસિંહે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તુ મહાબલેશ્વર હશે અનેે તારો પરિવાર અહીંયા હશે.

તેમની સલામતી રાખવી હોય તો અહીંથી ચાલ્યો જા, અને જમીન તથા તે આપેલા પૈસા ભુલી જા એમ જણાવ્યું હતું. ત્યારબાદ યશવંત સાવલિયાએ પોતાનાં વકીલ મારફતે કામરેજ મામલતદાર કચેથીમાંથી સર્ચ રિપોર્ટ કઢાવતા તેને જમીન વેચવા અગાઉ હાજાભાઇ પુંજાભાઇ કડછાને પાવર એટર્ની કરી જમીન આપી હતી. હાજાભાઇએ રજી.વેચાણ દસ્તાવેજ નં 637થી પ્રફુલ્લભાઇ છગનભાઇ ટાંકને આપી હતી, અને તા 5-4-2008નાં જિતેન્દ્રસિંહ તે જમીન અરજી વે.દ.2369થી યશવંત સાવલિયાને વેચી હતી. જિતેન્દ્રસિંહ ફરીથી પાવર ઓફ એટની કરી લાલજીભાઇ લવજીભાઇ સાવલિયાને વેચી હતી.

તા.2-9-2008થી લાલજીએ વે દ.5299થી પરેશભાઇ વાઘજીભાઇ નસીતને વેચી હતી. ત્યારબાદ ફરીથી જિતેન્દ્રસિંહ વે દ.2335થી તા 29-7-2006થી અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયાને વેચી હતી. આમ જિતેન્દ્રસિંહ ફતેસિંહ ચૌહાણે એક જ જમીન વારં વાર વેચી તેનાં મળતિયા બગુમરા ગામનાં અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા સાથે મળી જમીનમાં ગેર કાયદે કબ્જો કરી લીધો હતો. જમીન પચાવી પાડવાના ઇરાદે પોતાનાં પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા બંને વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે છેતરપીંડી વિશ્વાસની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...