તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારીઓ:વ્યારા નગરપાલિકા કચેરીમાં 70 લાખના ખર્ચે બનશે કોન્ફરન્સ હોલ

વ્યારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
70 લાખ ના ખર્ચે બનનાર હોલના કામનું ખાત મહુર્ત કરાયુ હતુ. - Divya Bhaskar
70 લાખ ના ખર્ચે બનનાર હોલના કામનું ખાત મહુર્ત કરાયુ હતુ.
  • દોઢ વર્ષથી વ્યારા પાલિકામાં કોરોનાના કારણે કામો બંધ રહ્યા હતા

છેલ્લા કેટલાક સમયથી વ્યારા નગરપાલિકામાં કોરોનાનું ગ્રહણ લાગી જતા કામકાજોને બ્રેક પડી હતી હાલ કોરોના સંક્રમણ ઘટતા નગરપાલિકા દ્વારા નગરના મહત્વ ના કામકાજોના ખાતમહુર્ત ચાલુ કરી રહ્યા છે. નગરપાલિકાના ઓફિસના બીજા માળે અંદાજે 70 લાખના ખર્ચે આધુનિક કોન્ફરન્સ હોલ બનાવવા માટેનું ખાતમુહુર્ત પ્રમુખ સેજલબેન રાણા અને ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ સહિત નગરપાલિકાના હોદેદારોને હસ્તે કરવામાં આવ્યું હતું.

છેલ્લા એક-દોઢ વર્ષથી વ્યારા નગરપાલિકામાં કોરોનાના કારણે કામો બંધ રહ્યા હતા. નગરના કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ પણ અટકી ગયા હતા અને નવા કામો પણ શરૂ થતા ન હતા. હાલ પરિસ્થિતિ થાળે પડતા કોરોના સંક્રમણ ઘટી રહ્યુ છે, જેને લઇને નગરપાલિકા દ્વારા વિવિધ કામકાજોને ચાલુ કરવા માટેની તૈયારીઓ હાથ ધરી હતી.

જેમાં વ્યારા નગરપાલિકાના ઓફિસના બીજા માળે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત 70 લાખના ખર્ચે આધુનિક કોન્ફરન્સ હોલ બનાવવાનું નક્કી કર્યું હતું, જેનું ખાતમૂર્હુર્ત આજરોજ વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ પ્રમુખ સેજલબેન રાણા, ઉપપ્રમુખ સુધીર સિંહ ચૌહાણ તેમજ કારોબારી અધિકારી કુલીનભાઈ પ્રધાન સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત એક વર્ષમાં બનનારા આધુનિક કોન્ફરન્સ હોલમાં નગરપાલિકાની સુવિધામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...