તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વ્યારા તાલુકાના છીરમા ખાતે 1 વર્ષનો દીપડો પાંજરે પુરાયો

વ્યારા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા તાલુકાના છીરમા ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાયો હતો, જેને લઇને ગ્રામજનોએ દ્વારા વનવિભાગને જાણ કરી હતી વનવિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ મુકતા આજરોજ એક વર્ષનો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો રાહત થઈ હતી.

શિરમા ગામમાં કેટલાક દિવસથી દીપડો નજરે પડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. દીપડો અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓનો શિકાર કરી જતા પશુપાલકોમાં મુશ્કેલી વધી હતી. ગ્રામજનો દ્વારા દીપડા પાંજરે પૂરાયા એ માટે વ્યારા વનવિભાગના સંપર્ક કર્યો હતો વ્યારા વન વિભાગની ટીમ દ્વારા દીપડો જ્યાં નજરે પડતો હતો. તે વિસ્તારમાં પાંજરું મરઘીના મારણ સાથે મૂક્યુ હતુ. આજરોજ મરઘી ખાવાની લાલચમાં 1 વર્ષનો દીપડો પાંજરે પૂરાયો હતો અને અંતરિયાળ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...