તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રન ફોર હેલ્થ:વ્યારાની ફ્રીડમ રનમાં 95 મહિલાઓ ઉત્સાહભેર 2 કિલોમીટર દોડી, કર્યો હંમેશા ફિટ રહેવાનો નિર્ધાર

વ્યારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલી  2 કિમિ દોડમાં ભાગ લઇ રહેલી મહિલાઓ. - Divya Bhaskar
વ્યારા નગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલી 2 કિમિ દોડમાં ભાગ લઇ રહેલી મહિલાઓ.
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલાઓ માટે દોડનું આયોજન કરાયું

વ્યારામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બહેનો માટે 2 કિમી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઈ હતી.જેમાં 95 મહિલાઓ ઉત્સાહ ભેર ભાગ લઈ 2 કિમી દોડ લગાવી હતી. ભાગ લેનાર મહિલાઓને સન્માનપત્ર અપાયા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરના સહયોગથી જિલ્લા રમત પ્રશિક્ષક કેન્દ્ર તાપી દ્વારા વ્યારા ખાતે આજરોજ ઇન્ડિયા ફ્રીડમ રન બહેનો માટે (2.0 કિમી દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વ્યારા પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, વ્યારા પાલિકા રમતગમત સમિતિના ચેરમેન જયેશભાઈ, વ્યારા પાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન અલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સિનિયર કોચ ચેતનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દોડ યોજાઈ હતી. જેમાં અંદાજિત 95 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દોડ વ્યારા સીનીયર સીટીઝન ક્લબ તળાવ રોડ, અભિષેક એસ્ટેટ, એસીબી પોલીસ ચોકી, ભાવસાર કેમિકલ થઈ સીનીયર સીટીઝન ક્લબ ખાતે સમાપ્ત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...