તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વ્યારાના મગરકુઈ ખાતે 9 જુગારી પકડાયા, 1.15 લાખનો મુદામાલ કબજે

વ્યારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા તાલુકાના મગરકુઈ ગામમાં કેટલાક જુગરિયાઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમી તાપી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી, જે આધારે ટીમ દ્વારા મગરકુઈ ખાતે રેડ કરી જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડી રોકડા 25000 સાથે કુલ 1.15 લાખનો મુદ્દામાલ કબજે કરી 09 વ્યક્તિઓને અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. તાપી જિલ્લા એલસીબી દ્વારા જુગાર બાબતે કડક હાથે કામગીરી કરી રહ્યા છે. જે અંતર્ગત એલસીબી પી.આઈ આર.એમ.વસેયા એ એલ.સી.બી.ટીમ ને સૂચના આપી હતી જે આધારે પો.કો.વિનોદભાઈ પ્રત્તાપભાઈને બાતમી મળેલ હતી.

વ્યારા તાલુકાના મગરકુઇ, જાગૃતી ફળીયુ, કૌશીકભાઇ લક્ષ્મણભાઇ ગામીતના ઘરની પાછળ કેટલાક ઇસમો ગંજીપાનાનો હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડી રહેલ છે. બાતમી મળતા તાત્કાલીક પીઆઇને જાણ કરી બાતમીવાળા ઘરના પાછળના ભાગેની ઓસરીમાં પ્રવેશ કરતા રૂમમાં ઘરમાલિક સહિત 09 ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા. જુગાર દાવ ઉપરના રોકડા 1900 તથા અંગજડતીના રોકડા 25650 મળી કુલ્લે રોકડા 27550 કબજે લીધા તથા મોબાઈલ નંગ -05, આશરે કિ. 8000 તથા જુગારના સાધનો જુગારના પાના તથા મો.સા. નંગ -4 કિ. 80000 મળી કુલ કિ. 1.15.000ના મુદ્દામાલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...