તાપી જિલ્લામાં 167 રેતી અને બ્લેક ટ્રેપની લિઝો આવેલી છે. જે નદીના પટમાં રેતી ખનીજ નીકળે, જયારે બ્લેક ટ્રેપની લીઝમાં પથ્થરમાંથી વિવિધ પેદાશ જેમાં કપચી, ગ્રીડ, પાવડર, જીએસબી, હાર્ડ મોહરમ અને માટી નિકળે છે. છે. 2 વર્ષમાં 1.90 કરોડ મેટ્રિકટન ખનીજ કાઢ્યું હતું. જેની 86.93 કરોડ ની રોયલ્ટીની આવક મેળવી છે. વધુમાં રોયલ્ટી કરતા ઓવરલોડ સાથે વહન કરતા વાહનોને પકડી 2 વર્ષમાં જ ભૂસ્તર વિભાગે 343 કેસ કરીને 5.14 કરોડ નો દંડ વસૂલ્યો છે.
તાપી જિલ્લા ભૂસ્તર વિભાગે જિલ્લામાં આવેલ 167 રેતી અને બ્લેક ટ્રેપની લિઝમાં નીકળતા ખનિજની રોયલ્ટીની આવકમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષની આવક જોઈએ તો, વર્ષ 2020/21 માં 93.73 લાખ મેટ્રિક ટન ખનીજ કાઢવામાં આવ્યું હતું. જેની 40.75 કરોડ રૂપિયાની રોયલ્ટીની આવક મળી હતી. જેની સામે વર્ષ 2021/22 માં 96.34 મેં.ટન ખનીજ કાઢવામાં આવ્યું હતું. જેની 46.18 કરોડ રોયલ્ટીની આવક મળી હતી. એક વર્ષમાં જ 6 કરોડની આવકમાં વધારો જોવા મળ્યો છે.
તાપી જિલ્લા કુદરતી ખનીજ સંપત્તિ ધરાવે છે. જેથી રેતી અને કવોરી ઉદ્યોગ ધમધમી રહ્યો છે. આ વિસ્તારના રોયલ્ટી ઓવરલોડના પ્રમાણ વધુ હોય છે. જેને પગલે તાપી જિલ્લાના ભૂસ્તર વિભાગ કડક હાથે કામગીરી ચલાવે છે. દંડની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. 2 વર્ષમાં 5 કરોડનો દંડ વસુલ્યો છે.
રેતી માફિયાઓ અને કપચીના કેટલાક માફિયાઓ રોયલ્ટી ચોરી
આદિવાસી બહુતુલ ગણાતા તાપી જિલ્લામાં રેતી તેમજ કવોરી ;ઉદ્યોગો મોટા પાયે છે. રેતી માફિયાઓ અને કપચીના કેટલાક માફિયાઓ રોયલ્ટી ચોરી કરી સરકારને લાખો રૂપિયાની નુકશાની કરતા હોય છે. ઓવરલોડ રેતી અને કવોરી ખનીજનું વહન કરતા હોય છે. ભૂસ્તર અધિકારી તરીકે તન્વીર સૈયદ હાજર થયા બાદ, રેતી માફિયાઓ અને કપચી માફિયાઓમાં સન્નાટો ફેલાઈ ગયો છે. જિલ્લામાં એક વર્ષ દરમિયાન ગેરકાયદેસર વાહનો કરતા લોકો રેતી ખનન કરતા ભુમાફિયાઓ તેમજ રેતી સંગ્રહ કરતા લોકો પર તવાઈ લાવી નિયમ તોડનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
182 કેસ કરી 2.85 કરોડનો દંડ
તાપી જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ અવાર નવાર તાપીના 7 તાલુકાઓમાં વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર, સોનગઢ, કુકુરમુંડા, ડોલવણ વિસ્તારોમાં દિવસ અને રાત આકસ્મિક ચેકીંગ કરી એક વર્ષમાં 182 જેટલા કેસ કરી 2.85 કરોડ લાખની સરકારી વસુલાત કરવામાં આવી હતી.
જિલ્લામાં 167 રેતી અને પથ્થરની લિઝ
તાપી જિલ્લામાં સાદી ખનીજની એટલે રેતીની 101 અને બ્લેક ટ્રેપ ખનીજની એટલે પથ્થરની ક્વોરી 66 મળી કુલ 167 લીઝ કાર્યરત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.