તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vyara
 • 79 Forms Valid, 36 Invalid For 26 Seats Of Tapi District; Presentation To Protect Raju Jadhav Of Vyara's Lion Heart Group

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:તાપી જિલ્લાની 26 બેઠકો માટે 79 ફોર્મ માન્ય, 36 અમાન્ય; વ્યારાના લાયન હાર્ટ ગૃપના રાજુ જાદવને રક્ષણ આપવા રજૂઆત

વ્યારા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માત્ર ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા

તાપી જિલ્લા પંચાયત માં ઉમેદવાર ચકાસણી કરવા ના અંતિમ દિવસે રાત્રે 26 બેઠકોની ઉમેદવારોનો ફોર્મ તપાસ હાથ ધરી હતી. ડમી ઉમેદવારોના અમાન્ય કરાયા હતા. તાપી જિલ્લા જિલ્લા પંચાયત ની 26 બેઠકો ની ચૂંટણી Aપક્ષો ભાજપ,કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના 115 ઉમેદવાર ચૂંટણી માટે ઉમેદવાર ફોર્મ ભર્યા હતા. 15 મી ના રોજ ઉમેદવાર પત્રો ચકશણી ના દિવસે એક પણ ફોર્મ કોઈક કારણસર રદ થયા ન હતા.જેમાં 26 બેઠકો પેકી ભાજપ માં 26 , કોંગ્રેસમાં 26, નેશનલ કોંગ્રેસ પાર્ટી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ)ના 04 ,જનતા દળ 02, આમ આદમી પાર્ટી 08, અન્ય 07, અપક્ષ 06 મળી કુલ 79 ઉમેદવારોના ફોર્મ માન્ય થયા હતા.ડમી ઉમેદવાર તરીકે ભરેલ ભાજપના 18 અને કોંગ્રેસના 15 અને અન્ય 3 મળી કુલ 36 ફોર્મ અમાન્ય કરાયા હતા.જોકે મંગળવારે ઉમેદવાર ખેંચવા ના દિવસે સંપુણ ચિત્ર સ્પષ્ટ થશે.

વ્યારા નગરપાલિકામાં ચૂંટણીની તૈયારી થઈ ગઈ છે. બીજી તરફ રાજકીય ગતિવિધિ દબાણ વધી રહ્યું હોવાને પગલે વ્યારાના ધારાસભ્ય પુનાજીભાઈ ગામીત દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી વોર્ડ નંબર 5 માં ઉમેદવારના નાનાભાઈ રાજુ જાદવ ભાજપના આગેવાનો દ્વારા અવારનવાર ધમકી અને પાસાની ચીમકી અપાઈ છે, જેને લઈ ચૂંટણી સુધી પોલીસ રક્ષણ આપવા માટે રજૂઆતો કરી હતી.

વ્યારા પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે. ત્યારે વિવિધ પક્ષો દ્વારા દાબદબાણ અને તોડજોડની નીતિ અપનાવી પોતાના તરફ વધુ મતદાન થાય એ માટે કામગીરી કરતા હોય છે. ત્યારે વ્યારા નગરપાલિકામાં વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર દિલીપભાઈ જાદવએ ઉમેદવારી કરી છે. એમના નાનાભાઈ અને લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવને સતત ધમકીઓ મળી રહી છે. જેને પગલે રાજુભાઈ દ્વારા અગાઉ પોલીસ બંદોબસ્ત માટે રજૂઆતો કરી હતી.

આજરોજ વ્યારાના ધારાસભ્ય પુનાભાઈ ડી. ગામીત તેમજ અન્ય આગેવાનો દ્વારા તાપી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી ચૂંટણી દરમિયાન રાજુભાઈ જાદવને પોલીસ રક્ષણ મળે એ માટે રજૂઆત કરી હતી. બીજી તરફ રાજુભાઈ જાદવે જણાવ્યું હતું કે લાયન હાર્ટ ગૃપ વિવિધ સેવાકીય કામ કરે છે. રક્તદાન શિબિર, અનાજ વિતરણ, બિનવારસી લાશોની અંતિમવિધિ, સિનિયર સીટીઝનની સેવા કરાય છે. હાલ ભાજપના આગેવાનો દબાણ કરી રહ્યા છે અને ભાજપમાં નહીં આવી જાય તો ખોટા કેસમાં ફસાવી દેવાની તેમ જ પાછા તડીપાર કરવાની ધમકી અપાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો