તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:વ્યારા પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે 13 અપક્ષ સહિત 71 ઉમેદવારો જંગ લડશે

વ્યારા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા પાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ખેંચવાના અંતિમ દિને ચિત્ર સ્પષ્ટ થઇ ગયો હતો. તાપી જિલ્લાના સાત વોર્ડના 28 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ, અન્ય પક્ષ અને અપક્ષ સહિત કુલ 71 ઉમેદવારો મેદાનમાં ઉતારશે. તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઈ છે.

વ્યારા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકોની ચૂંટણી માટે 115 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જે પૈકી ડમી ઉમેદવારોના ફોર્મ રદ થતાં અને ફોર્મ ખેંચવાના અંતિમ દિને બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા વ્યારા નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. 7 વોર્ડની 20 બેઠકો માટે 71 ઉમેદવારો મેદાનમાં છે. વ્યારા પાલિકામાં ભાજપના 28 ઉમેદવારો કોંગ્રેસના 28 ઉમેદવારો નેશનલ કોંગ્રેસ પાર્ટીના 1 ઉમેદવાર આમ આદમી પાર્ટીના 2 ઉમેદવાર અને અપક્ષના 13 ઉમેદવારો મળી કુલ 71 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

વોર્ડ નંબર 6માં 14 ઉમેદવાર
વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર છમાં સૌથી વધુ 14 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી ન હતી જેના કારણે ભાજપના ચાર કોંગ્રેસના ચાર આમ આદમી પાર્ટીના એક અને અપક્ષના પાંચ ઉમેદવારો મળી કુલ 14 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવી દીધું હતું.

સોનગઢ તા. પં.ની 23 બેઠક પર 66 અને ઉચ્છલ તા. પં.ની 16 બેઠક પર 43 ઉમેદવાર
સોનગઢ તાલુકા પંચાયતની યોજાનારી સામાન્ય ચૂંટણીમાં 23 બેઠકો પર 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જયારે ઉચ્છલ તાલુકા પંચાયતની 16 બેઠક પર કુલ 43 ઉમેદવારો ચૂંટણી જીતવા ભાગ્ય અજમાયશ કરી રહ્યા હોવાનું આખરી ચિત્ર ઉપસ્યું છે. સોનગઢ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આ માટે 69 ઉમેદવારીપત્રક માન્ય રાખવામાં આવ્યા હતા.દરમિયાન બે ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી જયારે ચીમેર બેઠક પર ના કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ અમાન્ય જાહેર થતા આ બેઠક ભાજપને બિનહરીફ મળી ગઈ હતી જેથી હવે 23 બેઠકો પર ચૂંટણી યોજાશે.

આ 23 બેઠકો પર ભાજપના 23 અને કોંગ્રેસના 23 ઉમેદવારો રહ્યા છે જયારે બહુજન સમાજ પાર્ટીમાંથી 2, જનતાદળ યુનાઇટેડમાંથી 7 અને આપ પાર્ટીના 6,અન્ય 2 તથા અપક્ષ 3 મળી કુલ 66 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યા છે.ઉચ્છલ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 45 ફોર્મ ભરાયા હતા અને એ પૈકી 02 પરત ખેંચાયા હતા. હવે 43 ઉમેદવારો બાકી રહ્યા છે. તાલુકામાં 16 કોંગ્રેસ અને 16 ભાજપના ઉમેદવારો છે જયારે એનસીપી પક્ષના 8,આપના 2 અને 1 અપક્ષ મળી કુલ 43 ઉમેદવારો ચૂંટણીમાં નસીબ અજમાવશે.

વાલોડ તાલુકા પંચાયતમાં 16 બેઠકો માટે 42 ઉમેદવારો અને જિલ્લા પંચાયત માટે 8 ઉમેદવારો
વાલોડમાં સ્યાદલા બેઠક પરથી વિજય આહીર તથા અંધાત્રી બેઠક પર ચંપકભાઈ ભંડારીએ દાવેદારી પરત ખેંચી હતી, જ્યારે વાલોડ - 2 બેઠક પર ભાજપના જયનાબેન ગામીતે કોંગ્રેસના અશ્વિનીબેન રાઠોડના જાતિના દાખલા સામે વાંધો રજૂ કરતા મામલતદાર અને ચૂંટણી અધિકારીએ બન્ને પક્ષોની દલીલો સાંભળી ફોર્મ અશ્વિનીબેનનું ફોર્મ રદ કર્યું હતું. તાલુકાની 16 બેઠક પર 42 અને જિ. પંચાયત માટે 8 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા.

નિઝર હરદૂલી બેઠક પર બીજેપી અને કુકરમુંડામાં પિશાવર બેઠક પર કોંગ્રેસ બિન હરીફ
નિઝર હરદૂલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા બીજેપી ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કુકરમુંડા તાલુકાના પીશાવાર બેઠક પરથી માત્ર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમની સામે કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરાતા બિન હરીફ વિજેતા બન્યા છે. નિઝર તાલુકા પંચાયતમાં 16 બેઠક માટે 54 ફોર્મ ભરાયાં હતાં, જેમાં ચાર ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે.

તાપી જિલ્લા પંચાયતની 26 બેઠક માટે 78 ઉમેદવાર ચૂંટણી લડશે
તાપી જિલ્લા પંચાયતમાં વ્યારા વિસ્તારમાં એક ઉમેદવારે પોતાની દાવેદારી પરત કરી હતી અને લઈને તાપી જિલ્લા પંચાયતની 26 બેઠકોના 78 ઉમેદવારો નોંધાયા હતા. તાપી જિલ્લા પંચાયતની 26 બેઠકોની ચૂંટણી માટે જિલ્લા પંચાયતના વિવિધ પક્ષો ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના 115 ઉમેદવાર ચૂંટણી માટે ઉમેદવાર ફોર્મ ભર્યા હતા.

15મીના રોજ ઉમેદવારપત્રો ચકસણીના દિવસે એક ફોર્મ રદ થયા ન હતા, જેમાં 26 બેઠકો પેકી ભાજપમાં 26, કોંગ્રેસમાં 26, નેશનલ કોંગ્રેસ પાર્ટીના 04 , જનતા દળ 02, આમ આદમી પાર્ટી 08, અન્ય 07, અપક્ષ 06 મળી કુલ 79 ઉમેદવારોના ફોર્મ માન્ય થયા હતા. મંગળવારે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયું હતું. જિ. પં.માં 26 બેઠકો માટે ભાજપ 26 ઉમેદવારો કોંગ્રેસ દ્વારા 26 ઉમેદવારો નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા 4 ઉમેદવારો જનતા તરફથી 2 ઉમેદવારો, આમ આદમી પાર્ટી તરફથી 8 ઉમેદવારો અન્ય 7 ઉમેદવારો અને અપક્ષ તરફથી 5 ઉમેદવારો મળી 78 ઉમેદવારએ દાવેદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો