પેટાચૂંટણી:તાપી જિલ્લા પંચાયતની 1 બેઠક માટે 70.36 અને તાલુકા પંચાયતની 5 બેઠક માટે 71.03 % મતદાન

વ્યારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેટા ચૂંટણી દરમિયાન વ્યારામાં મતદાન મથક પર  લાગેલી મતદારોની કતાર. - Divya Bhaskar
પેટા ચૂંટણી દરમિયાન વ્યારામાં મતદાન મથક પર લાગેલી મતદારોની કતાર.
  • ઉત્સાહજનક મતદાન બાદ હવે 5મીએ થનારી મત ગણતરીમાં ઉમેદવારોનું ભાવી ખુલશે

તાપી જિલ્લા જિલ્લા ખાતે જિલ્લા પંચાયતની એક અને તાલુકા પંચાયતની પાંચ બેઠકોની પેટાચૂંટણીનો આજે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો જિલ્લા પંચાયતમાં 05:00 સુધી 70 ટકા મતદાન જ્યારે તાલુકા પંચાયતમાં મતદાન નોંધાયું હતું.આજે ઉમેદવારોના ભાવિ ને મતદારો એ મતપેટીમાં સીલ કર્યા હતા 05 તારીખે મત ગણતરી બાદ ઉમેદવારોનું ભાવિ બહાર આવશે.

તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની એક બેઠક માટે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 70.36 ટકા મતદાન થયુ હતુ. જ્યારે તાલુકા પંચાયતની 5 બેઠકો માટે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 71.03 ટકા મતદાન થયુ હતુ. જેમાં વ્યારા તા.પ.ની 7 ઘાટામાં 66.90 ટકા, 14 -કેળકુઇમાં 76.43 ટકા, 1- બાલપુરમાં 67.77 ટકા મતદાન થયુ હતુ. ડોલવણ તા.પ.ની 3- બેડારાયપુરામાં 68.61ટકા મતદાન થયુ હતુ. જ્યારે સોનગઢ તા.પ. 13 - ખેરવાડામાં 76.81 ટકા મતદાન થયુ હતુ. તા.પં.માં 7- ઘાટામાં 2 અતિસંવેદનશીલ તેમજ 1-બાલપુરમાં 3 મથકો સંવેદનશીલ હોવા છતા શાંતિપુર્ણ રીતે મતદાન થયુ હતુ.

આ પેટા ચુંટણીમાં ત્રિપાંખિયો જંગ છેડાયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસએ આ બેઠકો કબ્જે કરવા એડી ચોટીનો જોર લગાવ્યો હતો. જ્યારે તાલુકા પંચાયતની 5 બેઠકોમાં કુલ 25406 માંથી 18046 લોકોએ મતદાન કર્યુ હતુ. જેમાં પુરુષ 9211 અને સ્ત્રી 8835 મતદારો નોંધાયા હતા. નિઝર તાલુકા પંચાયતની શાલે-1 બેઠક પર ભાજપે બિન હરીફ કબ્જો જમાવતા જ આ ચુંટણીમાં ભાજપનાં કાર્યકર્તાઓ અને ઉમેદવારોનો ઉત્સાહ વધ્યો હતો. જોકે, પોતાની બેઠકો કબ્જે કરવા તમામ ઉમેદવારોનાં સમર્થકોએ જીતનાં દાવા કર્યા છે. જેનું સ્પષ્ટ ચિત્ર મતગણતરી વેળાએ પાંચમી ઓક્ટોબરનાં રોજ ઉભરી આવશે.

જિલ્લા પંચાયતની બેઠક 16- કરંજવેલમાં ત્રણ ઉમેદવારો માટે કુલ 26મતદાન મથકો પર 34 ઇવીએમમાં મતદાન થયુ હતુ.આના માટે 137 પોલિંગ સ્ટાફ અને 59 પોલીસ કર્મી ફરજ પર રોકાયા હતા. તાલુકા પંચાયતની વ્યારાની 3 બેઠકોમાં 7 ઘાટામાં કુલ 8, 14 કેળકુઇમાં 6, 1 - બાલપુરમાં 7 મતદાન મથકો પર મતદાન થયુ હતુ. ડોલવણ તાલુકા પંચાયતની એક બેઠકની યોજાઈ રહેલ ચુંટણીમાં 3 - બેડારાયપુરમાં ત્રણ ઉમેદવારો માટે કુલ 5, સોનગઢ તાલુકા પંચાયતની બેઠક 13 ખેરવાડામાં ત્રણ ઉમેદવારો માટે કુલ 7 મતદાન મથકો પર મતદાન થયુ હતુ. આ તાલુકા પંચાયતની 5 બેઠકો માટે 47 ઇવીએમમાં મતદાન માટે 179 પોલીંગ અને 74 પોલીસ સ્ટાફ ચુંટણી પ્રક્રિયા માટે મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...