રિમાન્ડ / વ્યારામાં ચોરી થયેલા 67 હજાર રિકવર કરાયા, બે આરોપી વોન્ટેડ

67 thousand stolen in Vyara recovered, two accused wanted
X
67 thousand stolen in Vyara recovered, two accused wanted

  • 1.90 લાખની મતા ચોરી હતી, આરોપીના એક દિવસના રિમાન્ડ

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વ્યારા. એક પરિવારના ઘરે ત્રણ જેટલા ઈસમો 1.90  લાખની ચોરી કરી ભાગી ગયા હતા, જે પ્રકરણમાં વ્યારા પીઆઇએ એક આરોપીની અટક કરી હતી. તેને વ્યારા  કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસનાં રિમાન્ડની માગણી કરી હતી.  નામદાર જજ દ્વારા એક દિવસના રિમાન્ડ આપ્યા હતા, જે દરમિયાન પોલીસે આરોપી પાસેથી 67000 રોકડા કબજે કર્યા હતા. તેમજ આ પ્રકરણમાં વોન્ટેડ આરોપીની તપાસ હાથ ધરી હતી.

પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીની તપાસ માટે તજવીજ હાથ ધરી
વ્યારા નગરના માલીવાડમાં મંજુબેન તેની દીકરી સોનાબેન અને જમાઈ દિનેશ ભાઈ કરમુર સાથે રહે છે. 27 તારીખે તેઓ ઘર બંધ કરી રામપુરા સંબંધીને ત્યાં જમવા ગયા હતા અને રાત રોકાયા હતા. સવારે ઘરે આવતા ઘરમાંથી રુ. 1.90 લાખની મતા ચોરી થઇ હોવાનું જણાયુ હતુ. બનાવ અંગે વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. તાં વ્યારા પી.આઈ એચ .સી. ગોહિલે  બાતમીના આધારે ગુનોનો ભેદ ઉકેલાયો હતો. બાતમીના આધારે આરોપી તિલક સિંગ જોગિંદરસિંગ સિક્સલની અટક કરી હતી. વ્યારા પીઆઇ ગોહિલે પુછતાછ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. નામદાર જજ દ્વારા એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. દરમિયાન પોલીસે આરોપી પાસે રોકડા 67, 000 કબજે કર્યા હતા. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીની તપાસ માટે તજવીજ હાથ ધરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી