તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂટણી:તાપી જિલ્લા, તાલુકા પંચાયત, પાલિકા માટે 625 ફોર્મ ગયા, જિલ્લા પંચાયત 112, તાલુકા પંચાયત 441, પાલિકા માટે 72

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન થવાનું હોય 8મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, જેમાં સોમવારના રોજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે કુલ 112 ફોર્મ ઉમેદવારો લઇ ગયા હતા, જેમાં જિલ્લા પંચાયત માટે ભાજપના 11, કોંગ્રેસના 39, એનસીપી 1, આપ 14 અને અન્ય અપક્ષ 10 મળી કુલ 75 ફોર્મ લઇ ગયા હતા અને મંગળવારે 37 ફોર્મનું વિતરણ કરાયુ હતું. જિલ્લા પંચાયત માટે ભાજપના 10, કોંગ્રેસના 23, અન્ય 1, અપક્ષ 3 મળી કુલ 37 ફોર્મ લઇ ગયા હતા, તાલુકા પંચાયતોમાં સોમવારે 262 અને મંગળવારે 179 મળી કુલ 441 ફોર્મોનું વિતરણ થયું હતું.

વ્યારા પાલિકા માટે સોમવારે 10 અને મંગળવારે 62 ફોર્મનું વિતરણ થયું હતું. આમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા પાલિકા મળી કુલ 625 ફોર્ોનું વિતરણ થયું છે. 8મીથી શરુ થયેલી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બે દિવસ દરમિયાન કોઈ ફોર્મ ભરાયું નથી. ઉમેદવારો ફોર્મ લઇ પક્ષોનો મેન્ડેટ મળે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને કેટલાક અસંતુષ્ટો પક્ષ તરફથી મેન્ડેટ ન મળે તો અપક્ષ ઉમેદવારી કરવાની પણ તૈયારીઓ ચાલુ છે. તાપી જિલ્લામાં હાલ કોંગ્રેસના ઉમેદવારોએ સૌથી વધુ 351 ફોર્મ જ્યારે ભાજપના 147 ફોર્મ લઇ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો